પુરુષ તરીકે ઊછરેલો ટ્રાન્સજેન્ડર ટીનેજર પ્રેગ્નન્ટ છે અને બહુ ટૂંક સમયમાં બાળકને જન્મ આપશે

Published: 19th November, 2020 09:21 IST | Gujarati Mid-day Correspondent | America

ટ્રાન્સજેન્ડર રૂપે જન્મેલા એ ટીનેજરને શરીરના બહારના ભાગમાં શિશ્ન અને વૃષણો છે. પરંતુ તાજેતરમાં તેને વાસ્તવિકતા ધ્યાનમાં આવતાં તેણે ગર્ભ ધારણ કર્યો હતો.

પુરુષ તરીકે ઊછરેલો ટ્રાન્સજેન્ડર ટીનેજર પ્રેગ્નન્ટ છે
પુરુષ તરીકે ઊછરેલો ટ્રાન્સજેન્ડર ટીનેજર પ્રેગ્નન્ટ છે

અમેરિકાના મૅસેચુસેટ્સ-બૉસ્ટનમાં ઇવેન્ટ્સ કો-ઑર્ડિનેટરનો વ્યવસાય કરતા એક ટીનેજરનો દેહ કુદરતનો ચમત્કાર ગણી શકાય એવો છે. ૧૮ વર્ષના માઇકીના બહારના પ્રાઇવેટ પાર્ટ્સ પુરુષનાં અને અંદરનાં જનનાંગો-પ્રજોત્પત્તિનાં અંગો સ્ત્રીનાં છે.

ટ્રાન્સજેન્ડર રૂપે જન્મેલા એ ટીનેજરને શરીરના બહારના ભાગમાં શિશ્ન અને વૃષણો છે. પરંતુ તાજેતરમાં તેને વાસ્તવિકતા ધ્યાનમાં આવતાં તેણે ગર્ભ ધારણ કર્યો હતો. થોડા મહિના પહેલાં એક રૂટીન ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેના શરીરની અંદર ગર્ભાશય અને બીજાશય પણ છે. હાલ તેના પેટમાં ચાર મહિનાનો ગર્ભ છે. બહાર પુરુષનાં અંગો અને અંદર સ્ત્રીનાં પ્રજોત્પત્તિનાં અંગો હોય એ સ્થિતિ તબીબી શાસ્ત્રોમાં પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રૉમ તરીકે ઓળખાય છે. માઇકીએ મુગ્ધ વયમાં પ્રવેશ કર્યો ત્યારે તેને પુરુષસહજ ઉત્તેજના જેવી લાગણીઓ થતી હતી. પરંતુ તેને આંતરિક સ્તરે સ્ત્રીત્વનો અહેસાસ પણ થતો હતો. ૧૩ વર્ષની ઉંમરે તે સજાતીય પ્રેફરન્સ ધરાવતો હોવાનું લાગતું હતું. જોકે પછીથી તેને ખબર પડી હતી કે તે પોતે ટ્રાન્સજેન્ડર પણ હોઈ શકે છે.

માઇકીનું કહેવું હતું કે ‘મને પેશાબ કરતી વખતે કે સેક્સ કરતી વખતે અલગ પ્રકારની લાગણી થતી હતી. તેથી ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમણે અલ્ટ્રા સાઉન્ડ ટેસ્ટ કરી હતી. એમાં માઇકીના પેટમાં ગર્ભાશય, અંડાશય, બીજાશય, ફેલોપિયન ટ્યુબ્સ વગેરે હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. આ વાત જાણીને માઇકી ગર્ભ ધારણ પણ કરી શકે એવી સ્થિતિ હોવાનું ડૉક્ટરોએ  જણાવ્યું હતું. ડૉક્ટરોના કહેવા મુજબ તેના બહારના પુરુષના અવયવો નિષ્ક્રિય હોવાનું જણાવ્યું હતું. તેની સાથે પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રૉમ ધરાવતી વ્યક્તિઓને કૅન્સર કે ટ્યુમર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં હિસ્ટરેક્ટમીની સર્જરી કરાવવાની સલાહ આપી હતી. માઇકીએ એ સર્જરી પૂર્વે સગર્ભા થઈને બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું. હાલ તેની સગર્ભાવસ્થાના ચાર મહિના પૂરા થયા હોવાનું જણાવાયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK