Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 1065 કિલોનું કોળું બની ગયું વિશ્વનું સૌથી મોટું પમ્પકિન

1065 કિલોનું કોળું બની ગયું વિશ્વનું સૌથી મોટું પમ્પકિન

16 October, 2020 10:24 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

1065 કિલોનું કોળું બની ગયું વિશ્વનું સૌથી મોટું પમ્પકિન

વિશ્વનું સૌથી મોટું પમ્પકિન

વિશ્વનું સૌથી મોટું પમ્પકિન


દર વર્ષે અમેરિકામાં સૌથી મોટા પમ્પકિન માટેની ચૅમ્પિયનશિપ યોજાય છે. આ વર્ષે આ સ્પર્ધાનું ૪૭મું વર્ષ હતું. આ સ્પર્ધામાં દર વખતે ૭૦૦થી ૧૦૦૦ કિલો વજનનાં કોળાની એન્ટ્રી જોવા મળતી હોય છે. આ વખતે ટ્રેવિસ જિન્જર નામના ભાઈએ સૌથી જાયન્ટ કોળાનો ‘સુપર બોલ ઑફ પમ્પકિન્સ’ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. ટ્રેવિસે આ વખતે પહેલી વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેણે પહેલી જ વારમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવીને રેકૉર્ડ બનાવી દીધો છે. ટ્રેવિસે મિનેસોતા રાજ્યમાં આવેલા તેને ખેતરમાં ઉગાડેલું કોળું ૧,૦૬૫ કિલો વજનનું હતું. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેવિસે ખાસ ટ્રેલર બનાવીને એમાં ૩૫ કલાકની રોડ જર્ની થકી કોળાને ચૅમ્પિયનશિપના સ્થળે ખસેડ્યું હતું. ફર્સ્ટ પ્રાઇઝમાં તેને ૧૬,૫૦૦ ડૉલર એટલે કે ૧૨.૧૨ લાખ રૂપિયા ઇનામમાં મળ્યા હતા. સ્પર્ધા દરમ્યાન જજીઝે આ કોળાના ટાઇગર કિંગ નામ આપ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 10:24 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK