Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મગજની બીમારીને કારણે એક ભાઈ બેથી નવ વચ્ચેના આંકડા ઓળખી શકતા નથી

મગજની બીમારીને કારણે એક ભાઈ બેથી નવ વચ્ચેના આંકડા ઓળખી શકતા નથી

25 June, 2020 08:24 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મગજની બીમારીને કારણે એક ભાઈ બેથી નવ વચ્ચેના આંકડા ઓળખી શકતા નથી

એક ભાઈ બેથી નવ વચ્ચેના આંકડા ઓળખી શકતા નથી

એક ભાઈ બેથી નવ વચ્ચેના આંકડા ઓળખી શકતા નથી


કોર્ટિકો બેસલ સિન્ડ્રૉમ નામની મગજની બીમારીને કારણે અમેરિકાના એક ભાઈ 2થી 9 સુધીના મૂળભૂત આંકડા ઓળખી શકતા નથી. આઠ વર્ષથી આ ડીજનરેટિવ બ્રેઇન ડિસીઝ ધરાવતા એ ભાઈના કેસનો અભ્યાસ મૅરિલૅન્ડ સ્ટેટના બાલ્ટિમોર શહેરની જૉન હોપકિન્સ યુનિવર્સિટીના નિષ્ણાતોએ પણ કર્યો હતો. વ્યવસાયે એન્જિનિયરિંગ જિયોલૉજિસ્ટ એ વ્યક્તિના વ્યાધિ સંદર્ભે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોઈ એક આંકડા બાબતે મગજના પ્રતિસાદનો અર્થ એવો નથી થતો કે એ વ્યક્તિ એ આંકડાથી માહિતગાર છે. સંશોધનનો વિષય બનેલા એ જિયોલૉજિસ્ટના દિમાગને એટલી હદે હાનિ થઈ છે કે તે 2થી 9 વચ્ચેના આંકડા એ આંકડા કે એવા આંકડા ધરાવતાં ચિત્રો કે શબ્દો વચ્ચેનો તફાવત પારખી શકતું નથી અથવા પુનઃપ્રસ્તુતિ કરી શકતું નથી. 

એ વ્યક્તિની ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી ટેસ્ટમાં જાણવા મળ્યું હતું કે તેને પોતાને જાણ હોય કે ન હોય તો પણ તેનું દિમાગ બધાં ચિત્રો અને શબ્દોને ઉચિત રીતે ઓળખે-પારખે છે. એ વ્યક્તિ જે આંકડો જુએ એ આંકડો તરત તેના દિમાગે પણ નોંધવો જોઈએ. પરંતુ જે ક્ષણે તે આંકડો જુએ એને દિમાગ નોંધે એ પહેલાં એનું ચિત્ર કે એની સમજ દિમાગના પટ પરથી ખસી જાય છે. તેનું દિમાગ ઉચિત જાગૃતિ કે સચેત સ્થિતિના અભાવે જટિલ પ્રક્રિયામાં ગૂંચવાઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 08:24 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK