એક વીક માટે ફ્લિપ ફોન વાપરવા તૈયાર થાઓ તો 70,000 મળી શકે છે

Published: Jun 09, 2019, 09:32 IST | અમેરિકા

અમેરિકાના યુટાહ રાજ્યમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ફ્રન્ટિયર બન્ડલ્સે એક અનોખી ચૅલેન્જ આપી છે.

ફ્લિપ ફોન વાપરવા તૈયાર થાઓ તો 70,000 મળી શકે છે
ફ્લિપ ફોન વાપરવા તૈયાર થાઓ તો 70,000 મળી શકે છે

અમેરિકાના યુટાહ રાજ્યમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ફ્રન્ટિયર બન્ડલ્સે એક અનોખી ચૅલેન્જ આપી છે. કંપનીનું કહેવું છે કે એક વાર હાયર ટેક્નૉલૉજીવાળાં ગૅજેટ્સ વાપરવાનું શરૂ કરી દો એ પછી ડાઉનગ્રેડ થવાનું બહુ અઘરું છે. એટલે જ કંપનીએ પડકાર ફેંક્યો છે કે શું તમે સ્માર્ટફોન છોડીને પૂરા ૭ દિવસ માટે ફ્લિપ ફોન વાપરવા તૈયાર થાઓ ખરા?

આ પણ વાંચો : થ્રીડી હોલોગ્રામવાળા સર્કસને કારણે હવે પ્રાણીઓ પર ક્રૂરતા બંધ થશે

કંપનીએ સ્માર્ટફોન ઍડિક્ટ્સ, સોશ્યલ મીડિયા એક્સપર્ટ્‍સ અને ટેક્નૉપ્રેમીઓ માટે આ ચૅલેન્જ મૂકી છે. જો કોઈ વ્યક્તિ ડાઉનગ્રેડેડ ફોન એક વીક સુધી વાપરે અને પછી એનો જે અનુભવ રહ્યો એ બ્લૉગ પર રજૂ કરે તો એમાંથી બેસ્ટ એક્સપ્રેશનને ૧૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૭૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની કંપનીએ તૈયારી બતાવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK