ડૉગીની સાથોસાથ ભૂંડ પણ પાળ્યું છે આ બહેને

Published: Aug 04, 2020, 07:32 IST | Gujarati Mid-day Correspondent | America

કોઈ પણ પ્રાણી પાળવાની ઇચ્છા હોય તો મોટા ભાગે લોકો ડૉગ કે કૅટની પસંદગી કરતા હોય, પણ ડુક્કર કોઈ પાળે ખરું?

ડૉગીની સાથોસાથ ભૂંડ પણ પાળ્યું છે આ બહેને
ડૉગીની સાથોસાથ ભૂંડ પણ પાળ્યું છે આ બહેને

કોઈ પણ પ્રાણી પાળવાની ઇચ્છા હોય તો મોટા ભાગે લોકો ડૉગ કે કૅટની પસંદગી કરતા હોય, પણ ડુક્કર કોઈ પાળે ખરું? ભૂંડ જેવું ગંદું અને ચીતરી ચડે એવું પ્રાણી પશ્ચિમના દેશોમાં કેટલાક લોકો મજેથી પાળે છે. મેડી જૉન્સન અને તેના સાથી સ્ટીફને ડુક્કરને પાળ્યું છે અને એનું નામ પિકલ્સ પાડ્યું છે. હવે આ ભૂંડભાઈ તેમના પરિવારનો હિસ્સો છે. આ ડુક્કર પૂરના પ્રવાહમાં લગભગ ૪૫ માઇલ દૂર ખેંચાઈ આવ્યું હતું, જેને તેમણે પિકલ્સ નામ આપ્યું છે.

અમેરિકાના કૅલિફૉર્નિયાના સૅન ફ્રાન્સિસ્કોમાં રહેતી મેડી જૉન્સન ડુક્કરને પોતાના પલંગમાં સાથે લઈને સૂઈ જાય છે.

કુટુંબમાં નવા ઉમેરાયેલા પિકલ્સે મેડી અને સ્ટીફનના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેઓ ડુક્કરનું માંસ ખાવાની વિરોધી ઝુંબેશમાં જોડાયા છે. પિકલ્સ અને તેમનો ડૉગી ગિલ બન્ને સાથે રહે છે અને રમે છે અને જો પિકલને કોઈ ડૉગી હેરાન કરે તો ગિલ એની મદદે દોડી આવે છે.

મેડી કહે છે કે હું નાનપણથી ડુક્કર પાળવાનું વિચારતી હતી, કેમ કે બાળપણમાં હું જ્યારે ભૂંડને જોતી ત્યારે મને થતું આ ભોઠ નહીં, બહુ હોશિયાર પ્રાણી હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK