Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અલ્લાહ લખેલી માછલી ખરીદવા પાંચ લાખ રૂપિયાની બોલી લાગી

અલ્લાહ લખેલી માછલી ખરીદવા પાંચ લાખ રૂપિયાની બોલી લાગી

12 October, 2019 09:47 AM IST | ઉત્તર પ્રદેશ

અલ્લાહ લખેલી માછલી ખરીદવા પાંચ લાખ રૂપિયાની બોલી લાગી

અલ્લાહ લખેલી માછલી

અલ્લાહ લખેલી માછલી


ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનામાં એક માછલીએ લોકોનું ધ્યાન આકર્ષિત ર્ક્યું છે અને દૂરદૂરથી લોકો એ જોવા આવે છે. માછલીમાં ખાસ ચીજ એ છે તેના પેટ પર આવેલું ખાસ ચિહ્ન. આ માછળી કૈરાનામાં શબાબ અહમદે ઘરમાં મૂકેલા એક્વેરિયમમાં છે. આઠ મહિના પહેલાં શબાબ આ માછલી લઈ આવ્યો હતો. એ વખતે આવી કોઈ ખબર નહોતી કે તેના પેટ પર બહુ પવિત્ર શબ્દો અંકાયેલા છે. જોકે જેમ-જેમ માછલીનું કદ વધતું જાય છે એમ-એમ તેના પેટ પર પીળી ઝાંયમાં એવી આકૃતિ ઊભરી રહી છે જેનાથી ઉર્દૂ ભાષામાં અલ્લાહ લખેલું હોય એવું લાગે છે. શબાબનું કહેવું છે કે જ્યારથી આ માછલી તેના ઘરમાં આવી છે તેની અને પરિવારની બહુ ઉન્નતિ થઈ છે. લોકો અલ્લાહ લખેલી માછલી જોવા માટે તેના ઘરે ઊમટી રહ્યા છે અને આલમ એ છે કે કેટલાક લોકો આ પવિત્ર માછલીને ખરીદવા માટે બોલી લગાવવા લાગ્યા છે.

આ પણ વાંચો : માણસ જેવી આંખો અને સ્માઇલ ધરાવતો આ ડૉગી સોશ્યલ મીડિયા પર છે ફેમસ



શામલીના હાજી રાશિદ ખાને આ માછલી પાંચ લાખ રૂપિયામાં ખરીદવાની તૈયારી બતાવી છે, પણ શબાબભાઈ હજી વધુ રકમ આવે એની રાહ જોઈ રહ્યા છે. શબાબના ઍક્વેરિયમમાં કુલ દસ માછલીઓ છે, પણ આ માછલીની સરખામણીએ બધી હજી ઘણી નાની છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 09:47 AM IST | ઉત્તર પ્રદેશ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK