96 વર્ષનાં માજી છે વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ મોડલ

Published: Sep 20, 2019, 09:13 IST | હૉન્ગ કૉન્ગ

હૉન્ગ કૉન્ગના એલિસ પૅન્ગે ૯૩ વર્ષની ઉંમરમાં મૉડલિંગ કરવાનું શરૂ કરીને ગ્લેમરની દુનિયામાં કદમ માંડ્યાં હતાં અને હવે તો તેમણે ફુલફ્લેજ્ડ મોટી બ્ર્રૅન્ડ માટે કામ કરીને મૉડલિંગ જગતમાં ડંકો વગાડી દીધો છે.

એલિસ પૅન્ગ
એલિસ પૅન્ગ

હૉન્ગ કૉન્ગના એલિસ પૅન્ગે ૯૩ વર્ષની ઉંમરમાં મૉડલિંગ કરવાનું શરૂ કરીને ગ્લેમરની દુનિયામાં કદમ માંડ્યાં હતાં અને હવે તો તેમણે ફુલફ્લેજ્ડ મોટી બ્ર્રૅન્ડ માટે કામ કરીને મૉડલિંગ જગતમાં ડંકો વગાડી દીધો છે. આ પહેલાં જપાનના ૮૪ વર્ષનાં નાઓયા કુડો અને ચીનના ૮૪ વર્ષનાં વાંગ ડૅશનને સૌથી વયસ્ક મૉડલ ગણવામાં આવતા હતા.

model

જોકે હવે સૌથી વયસ્ક મૉડલનો ખિતાબ ૯૬ વર્ષનાં એલિસના શિરે છે. માજીને પહેલેથી જ સરસ મજાના કપડાં પહેરીને પ્રેઝન્ટેબલ બનીને રહેવાનો શોખ હતો. જોકે તેમણે કદી પ્રોફેશનલ મૉડલિંગ કરવાનું કદી વિચાર્યું નહોતું. એલિસ એ માટેની ક્રેડિટ પોતાની પૌત્રીને આપે છે. તેણે જ એક વાર જાહેરાત જોયેલી જેમાં ૬૫ વર્ષથી મોટી વયની મોડલ્સને અપ્લાય કરવાનું કહેલું. એલિસની પૌત્રીએ દાદીની બે-ત્રણ તસવીરો મોકલી દીધી હતી અને ખરેખર માજીનું સિલેક્શન થઈ ગયું. એ પછી તો વન બાય વન મૉડલિંગના દરવાજા ખુલવા લાગ્યા. શરૂઆતમાં તકલીફ પડી, પણ એલિસે હાર ન માની.

આ પણ વાંચો : સમુદ્રમાંથી મળી આવી ડાયનોસોર જેવી માછલી, ફોટો જોઈને ચોંકી જશો !

મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર હાયર કરીને તેણે મૉ‌ડલિંગની સૂઝબૂઝને વિસ્તારી. હવે તો ત્રણ વર્ષ થઈ ગયાં છે ત્યારે ગુચી, વેલૅન્ટિનો, એલરી જેવી બ્રૅન્ડ માટે પણ મૉડલિંગ કરી ચૂક્યાં છે. હવે લોકો તેમને પૂછે છે કે આ ઉંમરે આટલી સરસ ફિટનેસનું રાઝ શું છે? ત્યારે માજી કહે છે કે, ‘આમ તો મારું બૉડી નૅચરલી જ આવું છે, પરંતુ એને મેઇન્ટેન રાખવા માટે હું એક્સરસાઇઝ અને સ્ટ્રિક્ટ ડાયટિંગ કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK