Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફોન ચોરાયા પછી પોતે ન લીધેલી લોનના વ્યાજની બૅન્કે માગણી શરૂ કરી દીધી

ફોન ચોરાયા પછી પોતે ન લીધેલી લોનના વ્યાજની બૅન્કે માગણી શરૂ કરી દીધી

01 August, 2020 07:20 AM IST | Moscow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોન ચોરાયા પછી પોતે ન લીધેલી લોનના વ્યાજની બૅન્કે માગણી શરૂ કરી દીધી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જે લોન લીધી ન હોય એનું વ્યાજ માગનારી બૅન્કને કોર્ટમાં ખેંચનારા મૉસ્કોના રહેવાસી વ્લાદિમીર વોલ્કોવિચ રશિયન મીડિયાની હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે, કારણ કે વોલ્કોવિચનો સ્માર્ટફોન ચોરાયા પછી ચોરમંડળીએ એમાંથી વિગતો મેળવીને પ્રી-અપ્રૂવ્ડ લોનની મોટા ભાગની રકમનો ઉપાડ કરી લીધો હતો. બૅન્કે એ રકમનું વ્યાજ ફોનના માલિક વ્લાદિમીર વોલ્કોવિચ પાસે માગ્યું હતું.

વ્યાજ માગનારી અલ્ફા બૅન્કે એ લોન રદ કરવાનો ઇનકાર કરતાં કહ્યું છે કે વ્લાદિમીર વોલ્કોવિચે સ્માર્ટફોનની ચોરી વિશે વેળાસર જાણ કરવી જોઈતી હતી. વ્લાદિમીરે કહ્યું હતું કે ‘સ્માર્ટફોન ચોરાયા પછી ૨૪ કલાક મને ઇન્ટરનેટ-ઍક્સેસ ન મળવાને કારણે હું ફોનની ઍપ્સ બ્લૉક કરી શક્યો નહોતો. થોડા વખત પછી મારા એક મિત્રે મને કહ્યું કે ચોરાયેલો સ્માર્ટફોન એક જણને મળ્યો છે. એ વ્યક્તિ બીજા દિવસે ફોન કરીને ફોન પાછો આપવા માટે ક્યાં મળવું એ જણાવશે. ચોરે સિમ્પલ ઇલેક્ટ્રૉનિક સિગ્નેચર વડે ૧૫ લાખ રૂબલ્સ (અંદાજે ૧૪.૯૬ લાખ રૂપિયા)ની લોન લઈ લીધી હતી. બૅન્ક પૈસા ટ્રાન્સફર કરવાની વિધિ રોકે એ પહેલાં ચોરમંડળી લોનની રકમમાંથી ૧,૪૦,૦૦૦ રૂબલ્સ (અંદાજે ૧,૪૨,૦૦૦ રૂપિયા) પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં સફળ થઈ હતી. ચોર કેટલા પૈસા ટ્રાન્સફર કરી શક્યા એ મુદ્દો મહત્વનો નથી, પરંતુ મેં જે લોન લીધી ન હોય એનું વ્યાજ હું શા માટે ભરું? વળી વ્યાજદર પણ ખૂબ વધારે છે. હું ૧૫ લાખ રૂબલ્સની લોન પાંચ વર્ષમાં પાછી ચૂકવું તો એની સાથે એ રકમનું વ્યાજ અંદાજે ૨.૯૯ લાખ રૂપિયા થાય છે.



મારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતાં મેં બૅન્કને લોન રદ કરવાની અરજી મોકલી હતી, પરંતુ બૅન્કે એ અરજી નામંજૂર કરી હતી. મેં આ બાબતે અદાલતમાં અરજી કરી છે. બૅન્કે અદાલતમાં કહ્યું કે અમને ફોન ચોરાયાની જાણ સમયસર કરવામાં આવી નથી. એની સામે મેં જણાવ્યું કે હું બૅન્કમાં અરજી લઈને આવ્યો હતો? હું બૅન્કના અધિકારીઓને વ્યક્તિગત રૂપે મળ્યો હતો? મેં કોઈ કાગળિયાં પર સહીસિક્કા કર્યા હતા? મારા નામે અજાણી વ્યક્તિને લોન કેવી રીતે આપી શકાય? લોન ઍગ્રીમેન્ટ પર ઇલેક્ટ્રૉનિક સિગ્નેચર છે, એનો શો અર્થ?’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2020 07:20 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK