આ મહિલાને વારંવાર કહેવામાં આવતું કે તું કદરૂપી છો, એમ છતાં.....

Published: 5th October, 2020 07:31 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સ્ત્રીને સુંદર દેખાવું ખૂબ ગમે છે. કોઈ સહેજ તેના રૂપ બાબતે કમેન્ટ કરી જાય તો તેની રાતોની ઊંઘ હરામ થઈ જાય.

મેલિસા બ્લાક
મેલિસા બ્લાક

સ્ત્રીને સુંદર દેખાવું ખૂબ ગમે છે. કોઈ સહેજ તેના રૂપ બાબતે કમેન્ટ કરી જાય તો તેની રાતોની ઊંઘ હરામ થઈ જાય. જોકે મેલિસા બ્લાક નામની મહિલાએ તો જિંદગીભર તેના ચહેરાની કુરૂપતા વિશે એટલું સાંભળ્યું છે કે ન પૂછો વાત. ફ્રીમૅન શેલ્ડન સિન્ડ્રૉમ નામની તકલીફને કારણે તેના ચહેરાના હાડકાં અને મસલ્સમાં ઍબ્નૉર્માલિટી હતી. એ સમસ્યાના નિવારણ માટે અત્યાર સુધીમાં મેલિસાબહેનના ચહેરા પર ૨૭ ઑપરેશન્સ થઈ ચૂક્યા છે. એ છતાં તેનો ચહેરો હજી સામાન્ય કહી શકાય એવો નથી થયો. તેને કોઈ રસ્તામાં મળે ત્યારે કે તેનો ફોટો સોશ્યલ મીડિયામાં મુકાય ત્યારે તેને કદરૂપી મહિલા કઈને અનેક લોકો ટ્રોલ કરતા આવ્યા હતા. કોઈક તેને વ્હેલ કહેતું તો કોઈ તેને બ્લૉબફિશ કહેતું. જોકે આ બધા જ ટ્રોલનો મેલિસાએ એટલો શાંતિથી જવાબ આપ્યો કે લોકો તેની ધીરજ જોઈને મોંમાં આંગળાં નાખી ગયાં. તેણે પોતાને કદરૂપી કહેનારાઓનો જાણે વિરોધ કરતી હોય એમ રોજ પોતાની સેલ્ફી સોશ્યલ મીડિયામાં મૂકવાની શરૂ કરી દીધી. તેને કદરૂપી કહેનારાઓને શબ્દોમાં કોઈ ચોખવટ પણ ન કરી કે ન પોતાના ઓરિજિનલ ચહેરાને વધુ સુંદર દેખાડવા માટે મેક-અપ કે અન્ય ટેક્નિકના કોઈ થપેડા. તેનું કહેવું છે કે રોજ એક સેલ્ફી મૂકતી વખતે તે પોતાને અંદરથી મુક્ત મહેસૂસ કરવા લાગી હતી. ૩૮ વર્ષથી તેણે પોતાને કુરૂપ માની લીધેલી, પણ છેલ્લા એક વર્ષમાં તેણે રોજ એક સેલ્ફી અપલોડ કરીને તેને અપશબ્દો કહેનારાઓના મોં પર એવો સાઇલન્ટ તમાચો માર્યો કે હવે તેના સાશ્યલ અકાઉન્ટના લાખથી વધુ ફૉલોઅર્સ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK