પોલીસે ઘરમાં દરોડો પાડ્યો તો મળી આવ્યા 20 અજગર, 585 ઉંદર અને 46 સસલાં

Published: 14th October, 2020 07:51 IST | Gujarati Mid-day Correspondent | America

બાતમીના આધારે અધિકારીઓએ માર્ટિનના ઘરમાં તપાસ કરી ત્યારે ઘરમાં મ્યાનમાર (બર્મા)ના ૨૦ અજગર, ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં હતાં.

અજગર
અજગર

અમેરિકાના ઉટાહ પ્રાંતના રહેવાસી ૬૪ વર્ષના માર્ટિન બોનના ઘરે પોલીસે તથા અન્ય વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને તેની સામે મોટી સંખ્યામાં વિદેશી પ્રાણીઓને પાળવાનો ગુનો નોંધ્યો હતો. બાતમીના આધારે અધિકારીઓએ માર્ટિનના ઘરમાં તપાસ કરી ત્યારે ઘરમાં મ્યાનમાર (બર્મા)ના ૨૦ અજગર, ૫૮૫ ઉંદર અને ૪૬ સસલાં હતાં. ૨૦ અજગરોમાંથી ૧૦ અજગર તો ૧૦ ફુટથી વધારે લાંબા હતા. અધિકારીઓએ નોંધ્યું હતું કે કેટલાંક પ્રાણીઓ પાંજરામાં હતાં અને અજગર સહિત કેટલાંક પ્રાણીઓ ખુલ્લામાં ફરતાં હતાં. એ પ્રાણીઓને વેટરનરી ડૉક્ટર અને ઍનિમલ કન્ટ્રોલ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK