Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સુનામીમાં નાશ પામેલા જંગલમાંથી બન્યું પાંચ માળનું નવુંનક્કોર સ્ટેડિયમ

સુનામીમાં નાશ પામેલા જંગલમાંથી બન્યું પાંચ માળનું નવુંનક્કોર સ્ટેડિયમ

03 December, 2019 09:52 AM IST | Tokyo

સુનામીમાં નાશ પામેલા જંગલમાંથી બન્યું પાંચ માળનું નવુંનક્કોર સ્ટેડિયમ

આ સ્ટેડિયમ છે ખાસ

આ સ્ટેડિયમ છે ખાસ


૨૦૨૦ની ૨૪ જુલાઈથી ૯ ઑગસ્ટ દરમ્યાન જપાનના ટોક્યોમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાવાની છે. આ ઇવેન્ટ માટેની તૈયારીઓ રૂપે એક સ્ટેડિયમ બની ગયું છે. એમાં ૨૦૦૦ સ્ક્વેર મીટર જેટલા દેવદારના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું ૨૦૧૧માં આવેલા સુનામીને કારણે ધ્વસ્ત થયેલા વૃક્ષોમાંથી લેવામાં આવ્યું હતું. સુનામીને કારણે અસરગ્રસ્ત ૪૭ વિસ્તારો પરથી એ ખાસ અહીં લાવવામાં આવ્યા હતા. ૬૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ અને ઑલિમ્પિકને લગતી અન્ય સુવિધાઓ ઊભી કરવામાં લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આર્કિટેક્ટ કૅન્ગો કુમાએ ડિઝાઇન કરેલા આ સ્ટેડિયમમાં સૌપ્રથમ ફૂટબૉલની ગેમ રમાશે. સ્ટેડિયમ લાકડાનું બનાવવા પાછળ ઇકોફ્રેન્ડલી ઍન્ગલ છે. દેવદારના લાકડાથી અંદર ઠંડક રહેશે અને એમ છતાં એમાં ૧૮૫ મોટા પંખા અને ૮ કૂલિંગ નોઝલ લગાવવામાં આવ્યા છે. ઑલિમ્પિક પત્યા પછી ૨૫ ઑગસ્ટથી ૬ ડિસેમ્બર સુધી પેરાલિમ્પિક પણ અહીં જ યોજાશે. ઑલિમ્પિક માટેના સ્થળમાં ૬૦ ટકા ચીજો રિસાઇકલ્ડ ચીજોમાંથી બનાવવામાં આવી છે. અહીં તમામ લાઇટ્સ સોલર એનર્જીથી જ ચાલશે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2019 09:52 AM IST | Tokyo

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK