શાકાહારીઓ આનંદો: માંસ ન હોય એવી થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બની નૉનવેજ સ્ટિક

Published: Jul 04, 2020, 07:20 IST | Gujarati Mid-day Correspondent | Israel

જેમ તમાકુ અને સિગારેટના વ્યસનીઓને ચ્યુઇંગ ગમ તથા બનાવટી હર્બલ બીડીનો ઑપ્શન આપવામાં આવે છે એમ માંસાહારના વિકલ્પરૂપે થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી વડે મીટની સ્ટિક્સ બનાવવામાં આવી છે.

નૉનવેજ સ્ટિક
નૉનવેજ સ્ટિક

જેમ તમાકુ અને સિગારેટના વ્યસનીઓને ચ્યુઇંગ ગમ તથા બનાવટી હર્બલ બીડીનો ઑપ્શન આપવામાં આવે છે એમ માંસાહારના વિકલ્પરૂપે થ્રી-ડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી વડે મીટની સ્ટિક્સ બનાવવામાં આવી છે. ઇઝરાયલની એક સ્ટાર્ટઅપ કંપની ‘રીડિફાઇન્ડ મીટ’ના ઉત્પાદન ઑલ્ટ સ્ટેક નામે આ માંસ વગરની સ્ટેક દેખાવ અને સ્વાદમાં અસ્સલ લાગે છે. વનસ્પતિ આધારિત ઑલ્ટ (ઑલ્ટરનેટિવ) સ્ટેક બનાવવા માટે ઑલ્ટ મસલ, ઑલ્ટ ફૅટ અને ઑલ્ટ બ્લડ થ્રી-ડી પ્રિન્ટિંગને કારણે એ ટેક્સ્ચર, કલર અને ફ્લેવરમાં ઓરિજિનલ જણાય છે. માંસમાં હોય છે એવું હાઈ પ્રોટીન એ સ્ટેકમાંથી મળે છે, પરંતુ કૉલેસ્ટરોલ હોતું નથી. ‘રીડિફાઇન્ડ મીટ’ નામની સ્ટાર્ટઅપ કંપની પહેલેથી શાકભાજી-વનસ્પતિ વડે માંસાહારી વાનગીઓની વૈકલ્પિક વાનગીઓ બનાવીને બજારમાં લૉન્ચ કરે છે અને એ વાનગીઓની ડિમાન્ડ પણ ઘણી છે.  

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK