આ સોશ્યલાઇટ ભાઈ ફિલ્મસ્ટારનાં લગ્નમાં પહોંચ્યા 6-6 પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડ્સને લઈને

Published: 28th November, 2020 07:49 IST | Gujarati Mid-day Correspondent | Nigeria

નાઇજિરિયાના માઇક ઉઝે નામના સોશ્યલાઇટે જે સાહસ કર્યું એ ચોમેર ચર્ચાનો વિષય બન્યું છે.

એક જ સમયે આ ભાઈની 6 ગર્લફ્રેન્ડ્સ પ્રેગ્નન્ટ
એક જ સમયે આ ભાઈની 6 ગર્લફ્રેન્ડ્સ પ્રેગ્નન્ટ

નાઇજિરિયાના માઇક ઉઝે નામના સોશ્યલાઇટે જે સાહસ કર્યું એ ચોમેર ચર્ચાનો વિષય બન્યું છે. એનું કારણ એ છે કે આ ભાઈસાહેબ તેમના દેશના એક હાઈ-પ્રોફાઇલ મૅરેજમાં હાજરી આપવા પોતાની ૬ ગર્લફ્રેન્ડ્સ સાથે ગયા હતા. આટલું ઓછું હોય એમ તેની આ ૬ ગર્લફ્રેન્ડ્સ પ્રેગ્નન્ટ પણ હતી!

અડધો ડઝન ગર્લફ્રેન્ડ્સ સાથે ફિલ્મસ્ટારનાં લગ્નમાં હાજરી આપીને માઇક ઉઝેનો વટ પાડ્યો કે નહીં એ તો તે જાણે, પરંતુ એણે વિવાદ જરૂર જગાવ્યો હતો. નાઇજિરિયન ઍક્ટર વિલિયમ્સ ઉચેમ્બાના તેની ગર્લફ્રેન્ડ બ્રુનેલા ઑસ્કર સાથે લગ્નમાં સૌનું ધ્યાન આ સોશ્યલાઇટ તરીકે જાણીતા માઇક ઉઝે નવાલી નોગુ ઉર્ફે  ‘પ્રેટી માઇક’ તરફ હતું. તેઓ જ્યારે આ હાઈ-પ્રોફાઇલ લગ્ન-સમારંભમાં પહોંચ્યાં ત્યારે તેમની સાથે ૬ કન્યાઓ હતી. એ બધી પ્રેગ્નન્સીના ઍડ્વાન્સ્ડ સ્ટેજમાં હતી. દરેકના ભાવિ સંતાનનો પિતા માઇક હતો.
 
લાગોસની નાઇટ ક્લબનો માલિક  માઇક દરેક ગર્લફ્રેન્ડના ઊપસેલા પેટ પર હાથ ફેરવીને ચુંબન કરતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. માઇકે એ વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને કૅપ્શનમાં લખ્યું છે, આ કોઈ  ફિલ્મી ટ્રિક નથી. અમે અમારું જીવન મોજથી જીવી રહ્યાં છીએ.’

માઇક ગાંડાઘેલા અને કઢંગાં ગતકડાં કરવા માટે જાણીતો છે. ૨૦૧૭માં યુવતીઓને (કૂતરાને ગળે બંધાય એવા) પટ્ટા બાંધીને ફેરવવાના આરોપસર માઇકની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે તેણે ભવિષ્યમાં સ્ત્રીઓ કે પુરુષો માટે અપમાનજનક વર્તનનાં ગતકડાં નહીં કરે એવી બાંયધરી પોલીસને લખી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK