Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોલો, ભેંસના વાછરડાની મુંડન સેરેમની કરીને ગામ જમાડ્યું

બોલો, ભેંસના વાછરડાની મુંડન સેરેમની કરીને ગામ જમાડ્યું

17 March, 2020 07:32 AM IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલો, ભેંસના વાછરડાની મુંડન સેરેમની કરીને ગામ જમાડ્યું

ભેંસના વાછરડાની મુંડન સેરેમની

ભેંસના વાછરડાની મુંડન સેરેમની


ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સારોલી ગામના ખાગા વિસ્તારમાં બનેલી વિચિત્ર લાગે એવી એક ઘટનામાં એક ખેડૂત તેની ભેંસના વાછરડાનું મુંડન કરાવી રહ્યો હતો. લાલ ચુંદડી ઓઢીને બેઠેલો વાછરડો અસહજતા અનુભવી રહ્યો હતો અને આ મુંડન સેરેમની જોવા આસપાસના ગામના લોકો એકઠા થયા હોવાથી ભીડને જોઈને વાછરડો વધુ અસ્વસ્થતા અનુભવતો હતો. જયચરણ સિંહ નામના ખેડૂતે ગામના કેટલાક વૃદ્ધોની શિખામણ માનીને આ મુંડન સેરેમની ઊજવી હતી. હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી તેની ભેંસ વાછરડાને જન્મ આપે એના થોડા જ સમયમાં વાછરડાનું મૃત્યુ થઈ જતું હતું આથી ગામના કેટલાક વૃદ્ધોએ તેને બચ્ચાની મુંડન સેરેમની કરવાનું સૂચન કર્યું. તેનું આ વાછરડું જીવી જાય એવી આશાએ ખેડૂતે વાછરડાનું મુંડન કરાવ્યું હતું અને એ પછી ગામના લગભગ ૩૦૦ લોકોને જમાડ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 07:32 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK