Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચ્યુઇંગ ગમના પૅકમાં અંતિમ વિદાય લેવાની ઇચ્છા ધરાવે છે આ નિવૃત્ત સૈનિક

ચ્યુઇંગ ગમના પૅકમાં અંતિમ વિદાય લેવાની ઇચ્છા ધરાવે છે આ નિવૃત્ત સૈનિક

13 September, 2020 07:42 AM IST | Virginia, America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચ્યુઇંગ ગમના પૅકમાં અંતિમ વિદાય લેવાની ઇચ્છા ધરાવે છે આ નિવૃત્ત સૈનિક

જ્યુસી ફ્રુટી કૉફિન

જ્યુસી ફ્રુટી કૉફિન


દરેક વ્યક્તિની અંતિમ વિદાય માટેની વિશિષ્ટ ઇચ્છા હોય છે. કોઈકને સિમ્પલ વિદાય ની ઇચ્છા હોય તો કોઈકને એકદમ ગ્રૅન્ડ. ક્યારેક બીજાને વિચિત્ર લાગે એવી ઇચ્છા પણ હોય. એવું જ કંઈક અમેરિકાના વર્જિનિયામાં રહેતા વર્લ્ડ વૉર ટૂમાં સૈનિક તરીકે લડી ચૂકેલા ૯૪ વર્ષના સટી ઇકોનૉમી નામના દાદાની ઇચ્છાનું છે. દાદાની ઇચ્છા છે એક ખાસ બ્રૅન્ડની ચ્યુઇંગ ગમના પૅકેટ જેવા કૉફિનમાં દફન થવાની ઇચ્છા છે.

chew



નિવૃત્ત સૈનિક


તાજેતરમાં તેમને ગંભીર બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાની આ અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ યુદ્ધમાં સૈનિક તરીકે લડી રહ્યા હતા ત્યારે તેમને આ ચ્યુઇંગ ગમ ખાવાની આદત પડી હતી જે આદત ઘડપણમાં પણ કદી છૂટી શકી નહોતી. લાંબા સમય સુધી રિંન્ગલે બ્રૅન્ડની જ્યુસી ફ્રુટ ચ્યુઇંગ ગમ ખાધા બાદ તેના માટેનો પ્રેમ એટલો વધ્યો કે તેમને એ ચ્યુઇંગ ગમ જેવા દેખાતા, એવું જ પેઇન્ટ કરેલા કૉફિનમાં દફન થવાની મંશા હતી. આ માટે તેમણે એક ફ્યુનરલ સર્વિસને ઑર્ડર પણ આપી દીધો છે અને પોતાનું કૉફિન બ્રાઇટ પીળા રંગના ચ્યુઇંગ ગમના રૅપર જેવું રંગી દેવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 07:42 AM IST | Virginia, America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK