Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આખી માલગાડી નીકળી ગઈ એ પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા

આખી માલગાડી નીકળી ગઈ એ પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા

21 July, 2019 08:52 AM IST | કર્ણાટક

આખી માલગાડી નીકળી ગઈ એ પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા

આખી માલગાડી નીકળી ગઈ એ પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા

આખી માલગાડી નીકળી ગઈ એ પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા


કર્ણાટકના બાગલકોટમાં રેલવે સ્ટેશન પર એક ઘટનામાં એક વડીલનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. વાત એમ હતી કે બુઝુર્ગ કાકાને સાંભળવામાં તકલીફ હતી. તેઓ પ્લૅટફૉર્મ પર જવા માટે ટ્રૅક પાર કરી રહ્યા હતા અને ખૂબ ધીમે-ધીમે ચાલી રહ્યા હતા. તેમની સાથે ચાર દોસ્તો પણ હતા. બીજા દોસ્તો પ્લૅટફૉર્મ પાસે પહોંચી ગયા પણ કાકા અટકી ગયા અને એ જ વખતે માલગાડી આવી ગઈ.

આ પણ જુઓઃ યાદ છે ગ્રેસી સિંહ? હવે આવી લાગે છે લગાનની આ અભિનેત્રી



કાકા સાંભળી શકતા નહોતા એટલે બૂમો પાડવાની સાથે સાથી લોકોએ તેમને ટ્રેક પર જ સૂઈ જવાનો ઇશારો કર્યો. તેઓ માલગાડીની અડફેટે ચડે એ પહેલાં જ ઇશારો સમજીને કાકા પાટાની વચ્ચે જ સૂઈ ગયા. ટ્રેન ઉપરથી પસાર થવા લાગી. વચ્ચે ગાડી ધીમી પડતાં તેમણે બે પૈડાંની વચ્ચેથી નીકળવાની કોશિશ કરી, પણ આસપાસના લોકોએ તેમને એમ કરવાને બદલે ત્યાં જ સૂઈ રહેવા સમજાવ્યા. બાવીસ ડબ્બાની આખી માલગાડી પસાર થઈ ગયા પછી કાકા હેમખેમ ઊભા થઈ ગયા. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 08:52 AM IST | કર્ણાટક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK