લગ્ન પ્રસંગ દરમિયાન હંમેશા પુત્રવધુ અને વરવધુના સુંદર ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ જાય છે. ઘણી વાર એવા ફની વીડિયોઝ સામે આવે છે, જે જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઈ જાય છે. એવો જ એક દુલ્હા-દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. એ જોયા બાદ તમે તમારી હસી રોકી નહીં શકો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે અને આ વીડિયો પર લોકો જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમ જ લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયો એક લગ્નનો છે, જ્યારે સ્ટેજ પર કેમેરામેન દુલ્હા-દુલ્હનના ફોટોગ્રાફ્સ લઈ રહ્યો હતો.
View this post on Instagram
ગજબની વાત એ છે કે ફોટોશૂટ દરમિયાન ફોટોગ્રાફર દુલ્હનની એકદમ નજીક આવીને એના ચહેરાને પકડીને પૉઝ આપવા કહે છે. એ ફોટોગ્રાફર ફક્ત દુલ્હનને જ જાત-જાતના પૉઝ આપવા કહે છે. ત્યારે બાજુમાં ઉભેલો દુલ્હો એટલો ભડકી જાય છે કે તે ફોટોગ્રાફરને જોરથી થપ્પડ મારી દે છે અને એનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે. એટલામાં દુલ્હન જોર-જોરથી હસવા લાગે છે અને હસતા-હસતા તે સ્ટેજ પર લોટપોટ થઈ જાય છે અને સતત હસતી રહે છે. આ વીડિયોને જોઈને લોકો આ પુત્રવધુના ઘણા વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો પર લોકો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને પ્રેન્ક ગણાવી રહ્યા છે.
કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ
5th March, 2021 07:33 ISTશર્ટ-પૅન્ટ પહેરી હાથીભાઈ ક્યાં ચાલ્યા?
5th March, 2021 07:32 ISTલગ્નના ફેરા ફરતી વખતે નવદંપતી નાચ્યું અને ઇન્ટરનેટ પર થયો વિવાદ
5th March, 2021 07:32 ISTકૅનેડાના આ સરદારજીએ રસી મળ્યાની ખુશીમાં થીજેલા તળાવ પર ભાંગડા કર્યો
5th March, 2021 07:32 IST