કેમ છેલ્લા 4 વર્ષથી ગાય આ બસનો રસ્તો રોકી રહી છે, આ છે એનું રહસ્ય

Updated: Jun 13, 2020, 20:51 IST | Gujarati Mid-day Online Correspondent | Karnataka

હાલ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક માતા પાગલની જેમ છેલ્લા 4 વર્ષથી એક બસનો રસ્તો રોકી રહી છે

ગાય માતા
ગાય માતા

માતા દુનિયાની સૌથી અનમોલ રચના છે. માતાનું દિલ હંમેશા પોતાના બાળક માટે ધડકતું રહે છે. તમે જાણો જ છો કે એક માતા માટે એનું બાળક સૌથી પ્રિય હોય છે. કઈ પણ થાય તે પોતાના બાળકને છોડતી નથી. માતાને ક્યારે પણ બાળકનું મોહ છોડતું નથી. પરંતુ તમે ક્યારે એવું વિચાર્યું છે કે માતાના દિલ પર કેવું વીતતું હશે, જ્યારે એનું બાળક મરી જાય છે.

હાલ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક માતા પાગલની જેમ છેલ્લા 4 વર્ષથી એક બસનો રસ્તો રોકી રહી છે. કારણકે એ જ બસ નીચે કચડાઈને એના બાળકની મૃત્યુ થઈ ગયું હતું. તમે જાણીને હેરાન થઈ જશો કે આ વાર્તા કોઈ માણસની નહીં પરંતુ એક ગાયની છે. આ ઘટના વિશે જાણીને તમને ખબર પડી જશે કે એક માતાની મમતા ક્યારે પણ મરતી નથી. ગાય સાથેની આ ઘટના સાંભળીને તમારા રૂવાટાં ઉભા થઈ જશે.

હકીકતમાં આજથી 4 વર્ષ પહેલા કર્ણાટકના સિરસીમાં બસ ડેપોની આ એક ઘટના છે. આ બસ નીચે ગાયનું વાછરડું આવી ગયું અને કચડાઈને મરી ગયું. એની માતા તે સમયે એની સાથે જ હતી, તે પોતાના બાળકને ઉઠાડવાનો ઘણો પ્રયત્ન કરી રહી હતી. પણ તે ઉઠી નહીં. બાદ એને અહેસાસ થાય છે કે એનું બાળક હવે ક્યારે નહીં ઉઠે તો તે પાગલ થઈ જાય છે અને ત્યારથી લઈને આજ સુધી દરરોજ ગાય બસની આગળ આવી જાય છે અને બસનો રસ્તો રોકવાનો પ્રયત્ન કરે છે.

તમે આ બધું વીડિયોમાં જોઈ શકો છો કે ગાય કેવી રીતે બસને રોકવા માટે વારંવાર એની આગળ આવી જાય છે. તે પોતાના જીવની પણ કાળજી કરતી નથી. તે ફક્ત એ દોષી બસ ડ્રાઈવરની શોધ કરી રહી છે, જેણે તેના બાળકને કચડી નાખ્યો અને તેની હત્યા કરી દીધી. એક વ્યક્તિ ગાયને લાકડી મારીને ભગાવે છે, જેથી બસ આગળ જઈ શકે. પરંતુ ફરીથી તે બસનો પીછો કરવા લાગી જાય છે અને બસનો રસ્તો રોકી દે છે. ગાય દરરોજ છેલ્લા 4 વર્ષોથી બસનો રસ્તો રોકી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK