યુનિવર્સિટીની જિમ્નૅસ્ટિક કૉમ્પિટિશનમાં જિમ્નૅસ્ટના બન્ને પગ બટકાઈ ગયા

Apr 09, 2019, 09:40 IST

અમેરિકાના અલબામા રાજ્યની ઑબર્ન યુનિવર્સિટીમાં શુક્રવારે જિમ્નૅસ્ટિક્સની કૉમ્પિટિશનમાં સમન્થા કેરિયો નામની યુવતી તેનો સ્ટન્ટ પર્ફોર્મ કરતી વખતે બહુ બૂરી રીતે ઘાયલ થઈ ગઈ.

યુનિવર્સિટીની જિમ્નૅસ્ટિક કૉમ્પિટિશનમાં જિમ્નૅસ્ટના બન્ને પગ બટકાઈ ગયા
કૉમ્પિટિશનમાં જિમ્નૅસ્ટના બન્ને પગ બટકાઈ ગયા

સ્પોર્ટ્સમાં રસ ધરાવતા હો ત્યારે ટફ કૉમ્પિટિશનમાં ઊતરતાં પહેલા શરીરને એ માટે તૈયાર કરવાનું કેટલું અગત્યનું છે એ કેટલાક હાદસાઓ પરથી સમજાય છે. અમેરિકાના અલબામા રાજ્યની ઑબર્ન યુનિવર્સિટીમાં શુક્રવારે જિમ્નૅસ્ટિક્સની કૉમ્પિટિશનમાં સમન્થા કેરિયો નામની યુવતી તેનો સ્ટન્ટ પર્ફોર્મ કરતી વખતે બહુ બૂરી રીતે ઘાયલ થઈ ગઈ. આમ તો તેની ટીમમાં સમન્થા ઘણું સિનિયર સ્થાન ધરાવતી હતી, પણ ફર્સ્ટ લેવલનું ફ્લોર રૂટિન પર્ફોર્મ કરતી વખતે ગુલાંટિયું ખાઈને મેટ પર લૅન્ડ થતી વખતે ગરબડ થઈ. ગુલાંટિયું ખાવા માટે તેણે જેટલો ઊંચો કૂદકો ભરવો જોઈતો હતો એટલો ન ભરાતાં લૅન્ડિંગ દરમ્યાન તે લિટરલી પગ ફોલ્ડ હોય ત્યારે જ મેટ પર પડી અને એ જ વખતે જોરથી કડાકો બોલ્યો અને તે જમીન પર બેસી પડી.

આ પણ વાંચો : ઇલેક્ટ્રિક કારમાં આ ભાઈએ કરી વિશ્વની સૌથી લાંબી 95,000 કિલોમીટરની સફર

જોરદાર વજન પગ પર આવવાથી તેના ઘૂંટણ ખસી ગયા અને બન્ને પગની પિંડી પાસેનાં હાડકાં બટકાઈ ગયાં. તે પીડાથી ચિલ્લાઈ ઊઠી અને તરત જ ડૉક્ટરો તેની પાસે દોડી આવ્યા. સ્ટ્રેચરમાં જ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવી પડી. તેના બન્ને પગમાં સળિયા નાખીને હાડકાંને જોડવાં પડશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK