આખી સ્ટેનલેસ સ્ટીલની ત્રણ માળની સુપર યૉટ ખરીદવા અબજોપતિઓ કતારમાં છે

Published: Nov 04, 2019, 09:52 IST | ફ્લોરિડા

તાજેતરમાં અમેરિકાના ફ્લૉરિડામાં ૮૪ ફુટ લાંબી અને ૪૦ ફુટ પહોળી સ્ટેનલેસ સ્ટીલની યૉટનું ઉદ્‍ઘાટન થયું હતું.

સુપર યૉટ
સુપર યૉટ

તાજેતરમાં અમેરિકાના ફ્લૉરિડામાં ૮૪ ફુટ લાંબી અને ૪૦ ફુટ પહોળી સ્ટેનલેસ સ્ટીલની યૉટનું ઉદ્‍ઘાટન થયું હતું. હાલમાં ફ્લૉરિડાના ૬૦મા વાર્ષિક ફોર્ટ લૉડરડેલ ઇન્ટરનૅશનલ બોટ શોમાં આ વિશિષ્ટ યૉટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મૅન્શન યૉટ તરીકે ઓળખાતા આ ભવ્ય સમુદ્રી વાહનના મેઇન્ટેનન્સનો ખર્ચ એ જ કદની ફાઇબર ગ્લાસની યૉટના મેઇન્ટેનન્સ કરતાં પચીસ ટકા ઓછો છે.

yacht

અત્યારે એ લક્ઝરી યૉટ ખરીદવા માટે કેટલાક અબજોપતિઓ કતારમાં છે. યૉટ પાણીમાં ન હોય તો હાઇડ્રોલિક લેગ્સ પર જળસપાટીથી ૧૮ ફુટ ઊંચે રહે છે. મૅન્શન યૉટમાં ૧૪૫ વ્યક્તિઓના સમાવેશની ક્ષમતા છે.

આ પણ વાંચો : જંગલી રૅકૂન મરી જતાં માલિકણે સોશ્યલ મીડિયામાં પોક મૂકી

ત્રણ માળના લગભગ ૯૦૦૦ ચોરસ ફુટનું કુલ ક્ષેત્રફળ ધરાવતી યૉટમાં ૧૬૦૦ ચોરસ ફુટનો સૅલોં એન્ટરટેઇનમેન્ટ એરિયા અને ૩૩૦૦ ચોરસ ફુટનો વૉટર વ્યુ ડેક સ્પેસ છે. સાત જણ સમાય એવું હૉટ ટબ, ૭૨ સોલર પૅનલ્સ, પાંચ બાથરૂમ અને પાંચ બેડરૂમ જેવી અનેક સુવિધાઓ એમાં છે. પાણીમાં એની સ્થિરતા એટલી સરસ છે કે પ્રવાસ કરનારને ભરદરિયે ઊછળતાં મોજાં વચ્ચે પણ યૉટ જમીન પર ઊભી હોય એવો અહેસાસ થાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK