Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુટ્યુબથી લાઇફસેવિંગ ટેક્નિક શીખી ટાબરિયાએ કઝિનનો જીવ બચાવ્યો

યુટ્યુબથી લાઇફસેવિંગ ટેક્નિક શીખી ટાબરિયાએ કઝિનનો જીવ બચાવ્યો

09 February, 2020 08:27 AM IST | America

યુટ્યુબથી લાઇફસેવિંગ ટેક્નિક શીખી ટાબરિયાએ કઝિનનો જીવ બચાવ્યો

યુટ્યુબથી લાઇફસેવિંગ ટેક્નિક શીખી ટાબરિયાએ કઝિનનો જીવ બચાવ્યો


અમેરિકામાં એક નવ વર્ષના છોકરાએ યુટ્યુબ પરથી જીવ બચાવવાની એક ખાસ ટેક્નિક શીખીને પોતાનાથી છ વર્ષ નાના પિતરાઈ ભાઈનો જીવ બચાવ્યો. યુટ્યુબના સીઇઓએ ગયા અઠવાડિયે આ સ્ટોરી યુટ્યુબ પર શૅર કરી લખ્યું હતું કે યુટ્યુબ પર અનેક કામના વિડિયો પણ આવે છે જે કોઈનો જીવ બચાવવામાં કામ આવી શકે છે. સીઇઓએ શૅર કરેલો વિડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે અને લોકો ટિમોથીની સમયસૂચકતાનાં વખાણ કરી રહ્યાં છે.

આ બન્ને ભાઈઓ મેક્નૈરી કાઉન્ટીમાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ ટિમોથીના નાના પિતરાઈ ભાઈનો શ્વાસ રુંધાવા માંડતાં તે ચાલતા અટકી ગયો અને બન્ને હાથથી પોતાનું ગળું પકડી લીધું. ટિમોથીએ હાઇમલિક ટેક્નિકનો વિડિયો જોયો હતો જેના કારણે તે પોતાના નાના પિતરાઈ ભાઈની મદદ કરી તેનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. આ ટેક્નિક મુજબ જેને તકલીફ થઈ રહી હોય તેવી વ્યક્તિનું પેટ દબાવીને તેના શ્વાસ કાબૂમાં લાવી શકાય છે.



આ પણ વાંચો : અબજોપતિએ કચરામાં નાખેલાં પ્લાસ્ટિક કૅનમાંથી બેઘરોને ઉપયોગી સ્લીપ પૉડ્સ વિકસાવ્યાં


આ ટેક્નિક શીખવી ખૂબ જ સરળ છે. વખત આવ્યે તમે તમારાથી વયમાં મોટી વ્યક્તિ પર પણ અજમાવી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2020 08:27 AM IST | America

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK