ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ

Published: Jul 07, 2019, 09:08 IST | ટર્કી

પહેલવહેલી વાર ટર્કીના એડિર્ન શહેરમાં ૧૩૬૨ની સાલમાં ઑઇલ રેસલિંગની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારથી લગભગ દર વર્ષે અલગ-અલગ રીતે અહીં તેલ-કુસ્તી થતી આવી છે જેને કિ‌ર્કપિનાર ઑઇલ રેસલિંગ ફેસ્ટિવલ કહેવાય છે.

ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ
ટર્કીમાં યોજાયો ૬૫૮મો વાર્ષિક ઑઇલ રેસલિંગ મહોત્સવ

શરીરે ભરપૂર તેલ ચોળીને બળિયાઓ વચ્ચે બાથંબાથી થાય એ ટર્કીની સદીઓ જૂની પરંપરા છે. પહેલવહેલી વાર ટર્કીના એડિર્ન શહેરમાં ૧૩૬૨ની સાલમાં ઑઇલ રેસલિંગની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારથી લગભગ દર વર્ષે અલગ-અલગ રીતે અહીં તેલ-કુસ્તી થતી આવી છે જેને કિ‌ર્કપિનાર ઑઇલ રેસલિંગ ફેસ્ટિવલ કહેવાય છે.

આ પણ વાંચોઃ બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ

 આ સ્પર્ધા દરમ્યાન સ્પર્ધકો શરીરે લિટરલી ઓલિવ ઑઇલમાં શરીર બોળીને કુસ્તી કરવા ઊતરે છે. આ અનોખા ઉત્સવમાં આ વર્ષે ૨૩૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં કિશોરોથી લઈને મિડલએજ સુધીના પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉત્સવમાં અંદાજે ત્રણ ટન જેટલું ઑલિવ ઑઇલ વપરાયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK