Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાગપુરનાં આ માજી 10 રૂપિયામાં 4 ઢોસા ખવડાવે છે

નાગપુરનાં આ માજી 10 રૂપિયામાં 4 ઢોસા ખવડાવે છે

20 September, 2020 07:42 AM IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગપુરનાં આ માજી 10 રૂપિયામાં 4 ઢોસા ખવડાવે છે

૬૧ વર્ષનાં શારદા ચોરગડે

૬૧ વર્ષનાં શારદા ચોરગડે


નાગપુરમાં રહેતાં ૬૧ વર્ષનાં શારદા ચોરગડે નામનાં વૃદ્ધા શાળામાં ભણતાં બાળકો અને ગરીબ મજૂરોને ફક્ત ૧૦ રૂપિયામાં ૪ ઢોસા ખવડાવે છે. લોકોએ પૂછ્યું કે આટલા સસ્તા ભાવે ઢોસા શા માટે ખવડાવો છો? ત્યારે શારદાઆજીએ કહ્યું કે ગરીબી અને ભૂખની પીડા હું જાણું છું. હું અને મારો દીકરો અનેક રાત ભૂખ્યા પેટે સૂતાં છીએ. અછત અને અભાવ અસહ્ય બનતાં સાતેક વર્ષો પૂર્વે શારદાઆજીએ ઢોસા બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમાં પણ ઝાઝો નફો કમાવાની ઇચ્છા રાખતાં નથી. જેમ પોતાની જરૂરિયાત પૂરી થાય એમ અન્ય ભૂખ્યા લોકોને પણ પેટમાં ટાઢક વળે એ માટે શરૂઆતમાં બે રૂપિયામાં એક ઢોસો વેચતાં હતાં. શારદાઆજી પોતાનું ઘર જાતે ચલાવે છે છતાં માને છે કે  ‘અન્યો કરતાં તો મારી સ્થિતિ ખૂબ સારી છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 07:42 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK