આસામના 6 વર્ષના બાળકે દિવાસળીથી બનાવેલા મિની રાવણનું દહન કર્યું

Published: 27th October, 2020 07:25 IST | Gujarati Mid-day Correspondent | Assam

દશેરાના દિવસે રાવણનું દહન કરવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. જંગી કદના રાવણનું પૂતળું બનાવી એનું દહન કરવામાં આવે છે, પરંતુ...

મિની રાવણનું દહન
મિની રાવણનું દહન

દશેરાના દિવસે રાવણનું દહન કરવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. જંગી કદના રાવણનું પૂતળું બનાવી એનું દહન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે રાવણના પૂતળાનું દહન કરવું શક્ય નહોતું. આવામાં આસામના ૬ વર્ષના એક બાળકે માચીસની કાંડી અને ગૂંદરની મદદથી નાના કદનું રાવણનું પૂતળું બનાવ્યું હતું જેનું તેણે દશેરાની સાંજે તેનાં માતા-પિતા સાથે મળીને દહન કર્યું હતું.

mini-ravan

મિન્ટી રાની દાસે પોતાના દીકરાની આ હટકે ક્રીએટિવિટીને ટ્વિટર પર શૅર કરી હતી અને કૅપ્શન હતી, ‘મારા દીકરાનું મિની રાવણનું દહન.’

વાત એમ હતી કે મિન્ટીના દીકરા રાયમ્સે દશેરા પહેલાં મમ્મીને કહ્યું કે મારે પણ રાવણદહન કરવું છે. કોરોનાને કારણે જાયન્ટ રાવણનું સર્જન તો શક્ય નથી એટલે મમ્મીએ તેને કંઈક નાની સાઇઝના રાવણ વિશે વિચારવાનું કહ્યું. દીકરાએ પણ એનો તોડ કાઢી લીધો. યુટ્યુબ ચૅનલ પર જોઈને તેણે નાના કદનો રાવણ બનાવવાનો આઇડિયા મેળવ્યો. દિવાસળીઓ, ફેવિકૉલ અને અન્ય નાની ચીજો ભેગી કરીને તેણે એકદમ નાનકડો રાવણ તૈયાર કરી દીધો. સાંજે જ્યારે દીકરાના પપ્પા ઘરે આવ્યા ત્યારે બધાએ ભેગાં મળીને આ મિનિએચર રાવણનું દહન કર્યું હતું.

દીકરાની મમ્મી મિન્ટીનું કહેવું છે કે મહામારીને ધ્યાનમાં રાખતાં બહાર નીકળવાનું અમે ટાળી રહ્યાં હતાં, પરંતુ દીકરાને કારણે અમે પારિવારિક ધોરણે દશેરાએ રાવણદહન કરી શક્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK