પાંચ ચિત્તાના હુમલા પછી પણ એક હરણું બચી ગયું

Published: Feb 16, 2020, 08:11 IST

જીવન-મરણનો પ્રશ્ન હોય ત્યારે માનવી હોય કે પ્રાણી, જીવ બચાવવા માટે એક આખરી દાવ તો ખેલી જ લેતાં હોય છે. જંગલમાં પ્રાણીઓ વચ્ચે ખેલાતી જીવસટોસટની આ બાજી ભાગ્યે જ કૅમેરામાં ઝીલવા મળે છે.

ચિત્તાએ હરણ પર હુમલો કર્યો
ચિત્તાએ હરણ પર હુમલો કર્યો

જીવન-મરણનો પ્રશ્ન હોય ત્યારે માનવી હોય કે પ્રાણી, જીવ બચાવવા માટે એક આખરી દાવ તો ખેલી જ લેતાં હોય છે. જંગલમાં પ્રાણીઓ વચ્ચે ખેલાતી જીવસટોસટની આ બાજી ભાગ્યે જ કૅમેરામાં ઝીલવા મળે છે. એક બ્રિટિશ ફોટોગ્રાફર કેવિન રૂનેએ કેન્યાના જંગલમાં પાંચ-પાંચ ચિત્તા વચ્ચે ફસાયેલા ઇમ્પાલાએ પોતાનો જીવ બચાવવા કેવી રીતે ફાઇટ આપી એની ક્ષણેક્ષણ કૅમેરામાં કેદ કરી છે. ઍરોનૉટિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતો કેવિન રૂને જંગલમાં વન્ય જીવનની ઝલક જોવા તેના મિત્રો અને વાઇલ્ડ લાઇફ ગાઇડ સાથે જંગલમાં નીકળ્યો હતો. અહીં તેણે એક ઇમ્પાલા પર એક માદા અને ચાર બચ્ચાંએ મળીને કરેલો હુમલો જોવા મળ્યો હતો. માદા ચિત્તાએ ઇમ્પાલાને જોતાં જ એને ગળેથી પકડીને વશમાં કરવાની કોશિશ કરી અને થોડી જ વારમાં તેનાં ચાર બચ્ચાં પણ ઇમ્પાલા પર ઝપટી પડ્યાં હતાં. જીવ જવાની ક્ષણ નજીક જણાતાં ઇમ્પાલાએ પોતાની બધી તાકાત વાપરીને પાંચેપાંચ ચિત્તાને શરીર પરથી ઝટકાવી દીધા અને મોટી ફર્લાંગ ભરતું ત્યાંથી પલાયન થઈ ગયું. એક પૂર્ણ કદના ઇમ્પાલાનું વજન લગભગ ૭૩ કિલો જેટલું હોય છે. ઇમ્પાલા ઊભો હોય તો ૪ ફીટ જેટલો લાંબો હોય છે અને જો પૂરી તાકાતથી દોડે તો ૧૦ ફીટ ઊંચા અવરોધ પણ એ પાર કરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK