444 કિલોના આ ભાઈને જોઈએ છે 100 કિલોની જીવનસંગિની 300 માગાં ઠુકરાવી દીધા

Published: Jan 23, 2020, 09:06 IST | Pakistan

પાકિસ્તાનના ૨૭ વર્ષના ૪૪૪ કિલો વજન ધરાવતા વેઇટલિફ્ટર અત્યાર સુધીમાં લગભગ ૩૦૦ કરતાં વધુ માગાં ઠુકરાવી ચૂક્યા છે, કારણ માત્ર એટલું કે તેમને ઓછામાં ઓછી ૧૦૦ કિલો વજન ધરાવતી યુવતી સાથે લગ્ન કરવાં છે.

અરબાબ ખીજર હયાત
અરબાબ ખીજર હયાત

જીવનસાથી વિશે દરેકની પોતાની કલ્પના હોય છે. જોકે લગ્નની વય થાય એટલે માતા-પિતા કે સગાંસંબંધીની સમજાવટથી કે પછી પરિસ્થિતિ સાથે સમાધાન કરીને મોટા ભાગના લોકો બાંધછોડ કરી લે છે. જોકે પાકિસ્તાનના ૨૭ વર્ષના ૪૪૪ કિલો વજન ધરાવતા વેઇટલિફ્ટર અત્યાર સુધીમાં લગભગ ૩૦૦ કરતાં વધુ માગાં ઠુકરાવી ચૂક્યા છે, કારણ માત્ર એટલું કે તેમને ઓછામાં ઓછી ૧૦૦ કિલો વજન ધરાવતી યુવતી સાથે લગ્ન કરવાં છે.

ખૈબર પખ્તૂન્વા જિલ્લાના મરદાનમાં રહેતા અરબાબ ખીજર હયાતના પરિવારજનોનું માનવું છે કે ૧૦૦ કિલો કરતાં ઓછા વજનની યુવતી સાથે અરબાબની જોડી સારી નહીં લાગે. વળી અરબાબનું કદ ૬.૬ ફીટ હોવાથી પરિવારજનો યુવતીની હાઇટ પણ ૬.૪ ફીટ જેટલી હોય એવી ઇચ્છા રાખે છે.

દુનિયાના સૌથી શક્તિશાળી માણસ બનવાની ચાહતમાં અરબાબે કિશોરાવસ્થાથી જ પોતાનું વજન વધારવાની શરૂઆત કરી હતી. આખું પાકિસ્તાન તેને સ્ટાર માને છે અને પાકિસ્તાનની બહાર પણ ઘણા લોકો તેને ઓળખે છે. થોડા સમય પહેલાં અરબાબે એક ટ્રૅક્ટરને રસ્સીથી બાંધીને ખેંચ્યા બાદ તે લાઇમલાઇટમાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK