35 વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પતિને ડિવોર્સ આપી, 20 વર્ષનાં સાવકા દીકરા સાથે લગ્ન કર્યા

Published: Jul 15, 2020, 20:25 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મરીનાએ પોતાનાથી નાના એવા 20 વર્ષના પોતાના જ સાવકા દિકરા સાથે લગ્ન કરી લીધા છે અને તેનાથી તે પ્રેગનેન્ટ પણ છે

મરીના હાલમાં વર્તમાન પતિ અને પૂર્વ સાવકા દીકરાથી પ્રેગનેન્ટ છે
મરીના હાલમાં વર્તમાન પતિ અને પૂર્વ સાવકા દીકરાથી પ્રેગનેન્ટ છે

મૂળ રશિયાના ક્રેસનોડાર ક્રાઇની મરીના બાલ્માશેવા (Marina Balmasheva) એ કંઇક એવું કર્યું છે જે ભલભલાને ચોંકાવી દે. કેટલીક જોડીઓ સ્વર્ગમાં બનતી હોય છે જે જોઇને આપણને આનંદ થાય પણ કેટલીક જોડીઓ એવી હોય છે જેની લવ સ્ટોરી સાંભળીને આપણાં ભવાં તણાઇ જાય. કેટલાક સંબંધોની આંટીઘુંટીનો સમજવી જ અઘરી હોય છે. 35 વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મરીનાએ પોતાનાથી નાના એવા 20 વર્ષના પોતાના જ સાવકા દિકરા સાથે લગ્ન કરી લીધા છે. આવું મસ્ત પગલું ભરતા પહેલા તેણે 45 વર્ષનાં તેના મૂળ પતિને છૂટાછેડા આપ્યા.

મરીના તેના પૂર્વ પતિ એર્રી અને તેના દિકરા સાથે છેલ્લા દસ વર્ષથી રહેતી હતી. દસ વર્ષનાં લગ્ન જીવન બાદ મરીના અને એલેક્સી એ છુટા પડવાનું નક્કી કર્યું. ડિવોર્સ પછી મરીનાને ફરી પ્રેમ મળ્યો તો ખરો પણ એ તેનાથી 20 વર્ષ નાનાં વ્લાદિમીર, વોયો શાવ્યિરન  (stepson Vladimir 'Voya' Shavyrin) માં મળ્યો જે તેનો સાવકો દીકરો છે. આ કપલે 2020ની શરૂઆતમાં જ પરણવાનું નક્કી કર્યું હતું પણ તેમના પ્લાન કોરોના વાઇરસને કારણે ચોપટ થઇ ગયા. આજે ફાઇનલી તેમણે રજિસ્ટ્રેશન ઑફિસ ખુલતાં ત્યાં જઇને લગ્ન કરી લીધા છે. મરીનાએ પોતાના લગ્નની તસવીર અને વીડિયો શેર કર્યા છે જેને અઢળક લાઇક્સ મળ્યા છે.

 
 
 
View this post on Instagram

Принимаем поздравления и лайки🙂 Не дотерпели вы до вечера и завалили директ. Видео обычное. По делам покатались и заехали в Загс 😅 Расчески не было. Кольца в машине. Зато было хорошее настроение и смущение. Мы очень какие-то лунтики на видео. Но вот так. Главное для меня не как, а за кого и с кем 🙂❤️ Вечером постараюсь залить фото в платье. Объявляю нас мужем и женой😅( мы хотели немного наряднее😅, но уже вечером)

A post shared by Марина Балмашева (@marina_balmasheva) onJul 11, 2020 at 2:14am PDT

મરીનાએ કહ્યું કે, “અમે બંન્નેએ લગ્નનો પોશાક પહેર્યો હતો અને બહુ મજાનું રિસેપ્શન લોકલ રેસ્ટોરન્ટમાં રાખ્યું હતું, તેમાં થોડા મહેમાનો હતા. અમે બંન્ને હવે મારા પૂર્વ પતિ અને વ્લાદિમીરના પિતા અર્રી સાથે સંપર્કમાં નથી, અમારે હવે બોલવાના સંબંધ નથી રહ્યા.” હવે તો આ યુગલ એક બાળકના આગમનની રાહમાં છે અને બીજા મોટા શહેરમાં રહેવા જશે. જુઓ આ આવનારા બાળકની સોનોગ્રાફી પણ મરીનાએ શેર કરી છે.

દસ વર્ષ લાંબા લગ્ન દરમિયાન મરીના અને એર્રીએ ચાર બાળકો દત્તક લીધા હતા જે બધા હવે તેના પિતા પાસે જ છે કારણકે તે કસ્ટડીનો કેસ જીત્યો હતો. મરીના રશિયામાં બહુ જાણીતો ચહેરો બની ગઇ હતી ખાસ કરીને તેણે જ્યારે પોતાના વજન ઘટાડાની જર્ની સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK