3 વર્ષના દીકરાએ પપ્પાના આઇપૅડને 47થી વધુ વર્ષ માટે લૉક કરી નાખ્યો

વૉશિંગ્ટન | Apr 10, 2019, 09:11 IST

તમે લૉક કરેલો મોબાઇલ કોઈ બીજું ખોલવાનો પ્રયત્ન કરે અને એમાં તમારા પાસવર્ડને ક્રૅક કરવા જતાં બે-ચાર વાર ખોટા ઑપ્શન્સ નાખી દે તો લેવાના દેવા પડી શકે છે.

3 વર્ષના દીકરાએ પપ્પાના આઇપૅડને 47થી વધુ વર્ષ માટે લૉક કરી નાખ્યો
આઇપૅડ 47 વર્ષ માટે લૉક

તમે લૉક કરેલો મોબાઇલ કોઈ બીજું ખોલવાનો પ્રયત્ન કરે અને એમાં તમારા પાસવર્ડને ક્રૅક કરવા જતાં બે-ચાર વાર ખોટા ઑપ્શન્સ નાખી દે તો લેવાના દેવા પડી શકે છે. અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં રહેતા જર્નલિસ્ટ ઈવાન ઑૅસ્નોસે ત્રણ વર્ષના દીકરાને આઇપૅડ રમવા આપ્યું ત્યારે ખબર નહોતી કે દીકરો શું કરામત કરી નાખશે. દીકરો રમી રહ્યો હતો અને અચાનક આઇપૅડ લૉક થઈ ગયું. દીકરાએ પોતાની મેળે જેમ ફાવે એમ પાસવર્ડ ભરીને લૉક ખોલવાનો પ્રયત્ન કર્યો. જોકે તેણે એટલીબધી વાર ખોટો ટ્રાય કર્યો કે ફોન લૉક થઈ ગયો. જેટલી વધુ વખત તેણે પ્રયત્ન કર્યો એમ-એમ લૉકિંગ પિરિયડ પણ વધતો ચાલ્યો. ઈવાને જ્યારે આઇપૅડ જોયું તો લૉક ખોલવાનો પ્રયત્ન કરવા માટે ૨,૫૫,૩૬,૪૪૨ મિનિટ્સ માટે વેઇટ કરવાની ઇન્સ્ટ્રક્શન ફોનની સ્ક્રીન પર દેખાતી હતી. આ મિનિટોને કલાકો, દિવસોમાં કન્વર્ટ કરવામાં આવે તો આ ઇન્તેજાર છેક ૪૭.૫ વર્ષે પૂરો થાય એમ હતો. ઈવાન બહુ ટેક્નૉસૅવી નહોતો એટલે તરત જ તેણે બીજા ફોનથી આઇપૅડની સ્ક્રીનનો ફોટો લઈને સોશ્યલ મીડિયામાં મદદ માગી કે ભઈ દીકરાએ લૉક ખોલવાના ચક્કરમાં ૪૭.૫ વર્ષ માટે ફોન લૉક કરી નાખ્યો છે, હવે શું કરું? કોઈકે લખ્યું, કંઈ નહીં એટલી રાહ જોઈ લો. તો કોઈકે લખ્યું દીકરાએ કેટલી વાર ખોટો પાસવર્ડ નાખ્યો એની ગણતરી કરી?

આ પણ વાંચો : યુનિવર્સિટીની જિમ્નૅસ્ટિક કૉમ્પિટિશનમાં જિમ્નૅસ્ટના બન્ને પગ બટકાઈ ગયા

જોકે ટ્વિટર પરના કેટલાક ટેક્નૉલૉજીના ખાં લોકોએ ઈવાનની મૂંઝવણ તરત દૂર કરી દીધી. જ્યારે પણ આવું થાય ત્યારે પાસકોડને ડિલીટ કરવો પડે છે અને એ માટે તમે ગૅજેટને કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે કનેક્ટ કરીને ફોર્સ રી-સ્ટાર્ટ મારશો તો ડિવાઇસ ફરીથી ચાલુ થઈ જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK