10 વર્ષની વયે 193 કિલો વજન હતું 14 વર્ષે હવે છે માત્ર 83 કિલો

Published: Jan 28, 2020, 07:21 IST | Indonesia

એક સમયનો વિશ્વનો સૌથી વધુ વજન ધરાવતો ઇન્ડોનેશિયાનો છોકરો ચાર વર્ષની મહેનત બાદ અંદાજે ૧૯૩ કિલો વજનમાંથી ઘટીને ૮૩ કિલોગ્રામ થયું છે.

એક સમયે વિશ્વના સૌથી મેદસ્વી ગણાતા કિશોરે ચાર વર્ષમાં ૧૧૦ કિલો વજન ઘટાડતાં હવે તે માત્ર ૮૩ કિલોનો છે.
એક સમયે વિશ્વના સૌથી મેદસ્વી ગણાતા કિશોરે ચાર વર્ષમાં ૧૧૦ કિલો વજન ઘટાડતાં હવે તે માત્ર ૮૩ કિલોનો છે.

એક સમયનો વિશ્વનો સૌથી વધુ વજન ધરાવતો ઇન્ડોનેશિયાનો છોકરો ચાર વર્ષની મહેનત બાદ અંદાજે ૧૯૩ કિલો વજનમાંથી ઘટીને ૮૩ કિલોગ્રામ થયું છે. વજન ઘટ્યા બાદ આર્ય પરમનાનો ફોટો તેના ટ્રેઇનર અને બોડી બિલ્ડર આદે રાયે ઑનલાઇન પોસ્ટ કર્યો છે.

weight

૧૦ વર્ષની વયે ૧૯૩ કિલો વજન ધરાવતો આર્ય ચાર વર્ષ પછી હવે ૮૩ કિલોનો છે. શરૂઆતમાં આર્યને ઊઠવા-બેસવામાં તેમ જ પન્ચિંગ બૅગને મુક્કો મારવા જેવા સામાન્ય મનાતાં કાર્યોમાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. વજન ઉતારવા માટે કસરતો સાથે ખાવાપીવાની આદતોમાં પણ ફેરફાર કરવો જરૂરી હતો. ખાવાપીવાનો શોખીન હોવાથી શરૂમાં તે આ ચીજો માટે ખૂબ કંટાળો કરતો, પણ જેમ-જેમ તેના શરીરમાં ફરક જણાતો ગયો તેમ-તેમ તેને આનંદ આવવા લાગ્યો. હવે તે પોતાના વજનથી ઘણો ખુશ છે અને ખુબ ઍક્ટિવ ફીલ કરે છે.

જોકે વજન ઊતરવાને કારણે તેની ચામડી લચકી પડી છે જેને સર્જરી કરી હાથ, છાતી અને પેટ પરની કાઢવી પડશે. વધુ વજન ધરાવતા લોકો માટે આર્ય એક પ્રેરણારૂપ છે. જો આર્ય જેવો મેદસ્વી છોકરો વજન ઘટાડી શકે તો તેઓ કેમ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK