Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 12 વર્ષના આ છોકરાએ જન્મદિવસ નિમિત્તે ટાઇગરને દત્તક લીધો

12 વર્ષના આ છોકરાએ જન્મદિવસ નિમિત્તે ટાઇગરને દત્તક લીધો

14 September, 2020 07:04 AM IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

12 વર્ષના આ છોકરાએ જન્મદિવસ નિમિત્તે ટાઇગરને દત્તક લીધો

ટાઇગરને દત્તક લીધો

ટાઇગરને દત્તક લીધો


પોતાની બર્થ-ડે પાર્ટીનો ખર્ચ વાપરીને હૈદરાબાદના નેહરુ ઝૂઓલૉજિકલ પાર્કમાં સંકલ્પ નામના ટાઇગરનો ત્રણ મહિના માટેનો ખર્ચ સાતમા ધોરણમાં ભણતા ચિન્મય શાહે ઉઠાવ્યો

તેલંગણમાં રહેતા ૧૨ વર્ષના ચિન્મય શાહ નામના કિશોરે પોતાનો જન્મદિવસ એકદમ જુદી જ રીતે મનાવ્યો હતો. તેણે નેહરુ ઝૂઓલૉજિકલ પાર્કમાં રહેતા ‘સંકલ્પ’ નામના રૉયલ બેન્ગોલ ટાઇગરને અડૉપ્ટ કર્યો હતો. વાત એમ હતી કે ચિન્મયે તેની બર્થ-ડે પાર્ટીમાં થનારા ખર્ચને કંઈક યુનિક રીતે વાપરવાનું નક્કી કરેલું. આ માટેનું ૨૫,૦૦૦ રૂપિયાનું બજેટ તેણે પાર્કને આપ્યું હતું જેમાંથી એક ટાઇગરનો ત્રણ મહિનાનો ખર્ચ નીકળશે.



ચિન્મયના પપ્પા સિદ્ધાર્થ શાહ પરિવાર સાથે આ ઝૂમાં ગયેલા જ્યાં તેના અન્ય મિત્રોએ નિશાચાર પ્રાણીઓ તેમ જ નાનાં પંખીઓને દત્તક લીધાં હતાં. નાનાં પ્રાણી-પંખી માટે ૫૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો.


બાળકોના હૃદયમાં વન્ય જીવો પ્રત્યે પ્રેમ, સહૃદયતા અને કાળજીનો ભાવ જન્મે એ માટે પ્રાણીઓને દત્તક લેવાની આ પ્રક્રિયાને ઝૂના સંચાલકોએ આવકારી હતી. ઝૂના અધિકારી એ. નાગમણિએ તો વધુ ને વધુ લોકોને આ રીતે પ્રાણીઓ દત્તક લેવાની અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 07:04 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK