1 મિનિટમાં 21 વાર નિરાલંબ પૂર્ણ ચક્રાસન કરીને રેકૉર્ડ બનાવ્યો આ કિશોરીએ

Published: Jan 31, 2020, 12:59 IST | Uttarakhand

ઉત્તર ભારતની ૧૧ વર્ષની એક છોકરીના શરીરની લવચિકતા ભલભલાને અચંબિત કરી દે એવી છે.

યોગાસન
યોગાસન

ઉત્તર ભારતની ૧૧ વર્ષની એક છોકરીના શરીરની લવચિકતા ભલભલાને અચંબિત કરી દે એવી છે. ઉત્તરાખંડના નૈનીતાલના ગૌલાપુર ગામની રિયા પલાડિયાએ એક અદ્ભુત રેકૉર્ડ કર્યો છે. ૨૦ જાન્યુઆરીએ એક મિનિટમાં ૨૧ નિરાલંબ પૂર્ણ ચક્રાસન (ઊભા રહીને ઊલટી દિશામાં વળીને આખા સૂઈ જવાના યોગનો પ્રકાર) કર્યાં છે. આ અગાઉનો રેકૉર્ડ એક મિનિટમાં ૧૫ નિરાલંબ આસનોનો રેકૉર્ડ હતો. યોગનાં આસનોમાં આ પ્રકારનો યોગ ખૂબ જ કપરો મનાય છે. જોકે રિયાના ટ્રેઇનર અમિત જણાવે છે કે ‘હું ખુશ છું કે તેણે આ આસન કર્યું, પરંતુ તેને જિમ્નૅસ્ટિક્સનો શોખ હોવાથી તેને માટે આ આસન કપરું નહોતું. હવે રિયા લિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરવા માટે મહેનત કરશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK