વૅલેન્ટાઇન્સ ડે: અહીં બાળક પ્લાન કરો અને 18 વર્ષ સુધી હોટેલમાં ફ્રી રોકાણ મેળવો

Published: Jan 31, 2020, 12:08 IST | Canada

કૅનેડાના કોલમ્બિયામાં વિક્ટોરિયા અનેકેલોવનામાં આવેલી હોટેલ ઝેડ તરફથી ‘વૅલેન્ટાઇન્સ ડે’ના દિવસ માટે ચોંકાવી દે એવી સ્કીમ ઑફર કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કૅનેડાના કોલમ્બિયામાં વિક્ટોરિયા અનેકેલોવનામાં આવેલી હોટેલ ઝેડ તરફથી ‘વૅલેન્ટાઇન્સ ડે’ના દિવસ માટે ચોંકાવી દે એવી સ્કીમ ઑફર કરવામાં આવી છે. આ સ્કીમ મુજબ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે હોટેલમાં સવારે ૧૦થી બપોરે બે વાગ્યા સુધી યુગલને હોટેલમાં પ્રવેશ આપવામાં આવશે અને આ સમય દરમ્યાન ગર્ભ ધારણ કરનાર યુગલને આગામી ૧૮ વર્ષ સુધી દર વર્ષે હોટેલમાં એક વખત મફતમાં રોકાણ કરવા મળશે.

મતલબ કે જે યુગલના ઘરે ૧૪ ફેબ્રુઆરીના ૯ મહિના બાદ બાળકનો જન્મ થશે તેમને આ ઑફરનો લાભ મળી શકશે. હોટેલના મૅનેજર મેન્ડી ફાર્મરે કહ્યું કે મને નથી લાગતું કે માત્ર આ યોજનાનો લાભ લેવા કોઈ બાળકનું પ્લાન કરે. આમ જે યુગલ સાચે બાળક ઇચ્છતું હશે તે જ આ ઑફરનો લાભ લેવાનો પ્રયાસ કરશે. 

ફાર્મરે જણાવ્યું કે હોટેલ આ ઑફરમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરે. તેને સરોગસી દ્વારા બાળક થાય કે બાળકને દત્તક લે તેઓ પણ આ ઑફરનો લાભ લઈ શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK