પતિને જેલમાંથી છોડાવવા પત્નીએ પાંચ હજારમાં દીકરાને વેચી દીધો

Published: 26th September, 2012 04:47 IST

ઓડિશાના જાજપુર જિલ્લામાં એક મહિલાએ પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે પોતાના ૧૭ મહિનાના પુત્રને માત્ર પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો હતો.


પોલીસે કહ્યું હતું કે વીસ વર્ષની રાખી પાત્રાએ કટક જિલ્લાના જગદીશપુર ગામમાં પોતાના દીકરાને પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો હતો. આ વાતની ખબર પડતાં રાખીની સાસુએ પોલીસને જાણ કરી હતી. રાખીનો પતિ મનોજ ચોરીના આરોપસર જેલમાં છે. એ પછી પોલીસે કડક પૂછપરછ કરતાં રાખીએ અજાણી વ્યક્તિને દીકરો વેચી દીધો હોવાનું સ્વીકાર્યું હતું. તેણે એમ પણ ક?ાું હતું કે પતિને છોડાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે આમ કર્યું હતું. રાખી અને તેનો પતિ મનોજ બન્ને મજૂરી કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK