Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આવા વિચિત્ર નામ છે છત્તીસગઢના ગામોના, જોડાયેલી છે આવી વાતો

આવા વિચિત્ર નામ છે છત્તીસગઢના ગામોના, જોડાયેલી છે આવી વાતો

02 January, 2019 03:35 PM IST |

આવા વિચિત્ર નામ છે છત્તીસગઢના ગામોના, જોડાયેલી છે આવી વાતો

ગામના પ્રેરક રત્નાકર પ્રધાન જણાવે છે કે ગામનું નામ દેશની આઝાદી પહેલાં પ્રચલિત છે.

ગામના પ્રેરક રત્નાકર પ્રધાન જણાવે છે કે ગામનું નામ દેશની આઝાદી પહેલાં પ્રચલિત છે.


જૂલાઈ 1998માં અવિભાજિત મધ્યપ્રદેશના મહાસમુદ્રને 61માં જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો. હવે તે છત્તીસગઢ રાજ્યનો અલગ જિલ્લો છે. જિલ્લામાં મહાસમુદ્ર, બાગબહાર, બસના, પિથૌરા અને સરાયપાાલી કુલ પાંચ તહેસીલ છે. 34 મહેસૂલ નિરીક્ષક સર્કલ છે. 35 ઉજ્જડ ગામ છે. 1102 વસતી ગામ છે. આ ગામોમાં ઘણા ગામો ખાસ છે. કારણ છે આ ગામોના નામ.

જિલ્લીમાં પંચાયતોના આશ્રિત સહિત એવા ઘણા ગામ ઉજ્જડ છે જેનું નામ જાણીને લોકો અચનાક અટકી જાય છે અને ફરીથી એના નામકારણનું કારણ પૂછે છે, એવા નામના કારણ પણ પૂછી લે છે. એમાંથી એક ગામ છે પિથૌરા બ્લોકના ગ્રામ પંચાયત મોહગાંમના આશ્રિત ગામ આરબી ચિપમેન. આરબી ચિપમેન ગામનું નામ સાંભળીને એવું લાગે છે આ કેવું ગામ છે. ગામના પ્રેરક રત્નાકર પ્રધાન જણાવે છે કે ગામનું નામ દેશની આઝાદી પહેલાં પ્રચલિત છે.



ગામની વસતી છસ્સો છે. ગામનું નામ સાંભળીને લોકોને લાગે છે આ એક ક્રિશ્ચિયન ગામ છે, જ્યારે એકમાત્ર ખ્રિસ્તી પરિવાર ગામમાં છે. ગામમાં બધા સમાજના લોકો રહે છે. ગ્રામીણ ચંદ્રશેખર સાહુ કહે છે કે સ્વતંત્રતા પહેલા ભૂતપૂર્વ જમીનદારોથી અંગ્રેજોની બની નહીં તો જમીનદારોની જમીનના બે હિસ્સા થયા. એકનું નામ પતેરાપાલી અને બીજાનું નામ અંગ્રેજી શાસક રૂબિ બિલિયમ ચિપમેનના નામ પર થઈ ગયું. ત્યાંરથી ગામ આ નામથી ઓળખવામાં આવે છે.


ચંદ્રશેખરે જણાવ્યું કે ગામનું નામ સાંભળીને બહારના દરેક વ્યક્તિ ત્યાં અટકી જતાં હતા. બીજી વાર ગામનું નામ પૂછે અને કારણ પણ પૂછે છે. ચંદ્રશેખરે કહ્યું કે પોતાના અનન્ય નામના કારણથી આરબી ચિપમેન ગામ અને અહીંયાના લોકો હંમેશા એકબીજાની યાદમાં રહે છે. એટલે ગામના લોકો આ નામ બદલવા નથી ઈચ્છતા.

પિથૌરા બ્લૉકના આરંગી પંચાયતનું આશ્રિત ગામ છે નરસૈરયાપલ્લમ. ગામનું નામ સાંભળીને લોકોને દક્ષિણ ભારતના કોઈપણ ગામની ઝાંખી કરે છે. અહીંયા 500 લોકોની વસતી છે. 90 ટકા આદિવાસી છે. ગામના સરપંચ શ્યામલાલ બહાવલના પુન બંશી જણાવે છે કે 1930ની પહેલા ગામનું નામ તરસૈરયાપલ્લમ હતું. ત્યારે આ ગામમાં લોકો નહી રહેતા, સુવિધાઓ નહીં હતી. જેના કારણે ભૂતકાળના લોકોએ આવા નામ રાખ્યા. 1930માં તાત્કાલીન તહસીલદારે ગામમાં વસતી જોઈને નરસૈરયાપલ્લમ કરી દીધું. બંશી કહે છે કે ભૂતકાળમાં નામ બદલવાનો વિચાર લોકોના મનમાં આવ્યું, પરંતુ એકલા આવા નામ હોવાના કારણે આ વિસ્તાર બદલાયો ન હતો.


બસના બ્લૉકના રંગમટિયા પંચાયતનું આશ્રિત અથવા ઉજ્જડ ગામ છે લોટખાલિયા. રંગમટિયા નિવાસી સુંદર સિંહ બરિહા જણાવે છેકે ગામ ઉજ્જડ છે એટલે એનુ નામ લોટાખાલિયા છે. ભૂતપૂર્વથી આ વેરાન ગામ આ નામથી પ્રચલિત છે.

બસના બ્લૉકના ગ્રામ પંચાયત બિજરાભાંઠાનું આશ્રિત ગામ છે મિલારાબાદ. ગામનું નામ સાંભળીને કોઈ મુસ્લિમ શાસક દ્રારા વસેલું ગામ લાગે છે, પરંતુ એવું નથી. સરપંચ સંતલાલ નાયકનું કહેવું છે કે સરકારના રેકોર્ડમાં મિલારાબાદ ગામ છે, એનું નામ એટલા માટે એવું છે કારણકે બન્ને ગામોમાં ઝઘડો થયો, બન્ને અલગ થયા. કેટલાક સમય બાદ બન્ને ગામ ફરી મળી ગયા. ત્યાંરથી એનું નામ મિલારાબાદ થયું.

એવા ઘણા છે કેટલાક ગામ

જિલ્લામાં સાંઈ સરાયપાલી પંચાયતમાં લાવા મહુઆ, ઝાંપી મહુઆ, બરેટમરી પંચાયતમાં સરીફાબાદ, બસના બ્લૉકમાં હેડસપાલી, સરાયપાલી બ્લૉકમાં ડુડુમચુંવા, પ્રેતનડીહ, બાગવિલ ઉજ્જડ ગામ, પંચાયત ઘાટકછારમાં માકુરમુતા ઈત્યાદિ ગામ છે. નામ સાંભળીને લોકો બીજી વાર નામ પૂછે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 03:35 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK