Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > NYT ફ્રન્ટ પેજ પર આજે નથી કોઇપણ તસવીર, દેખાય છે માત્ર આંકડા જાણો કેમ

NYT ફ્રન્ટ પેજ પર આજે નથી કોઇપણ તસવીર, દેખાય છે માત્ર આંકડા જાણો કેમ

24 May, 2020 03:35 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NYT ફ્રન્ટ પેજ પર આજે નથી કોઇપણ તસવીર, દેખાય છે માત્ર આંકડા જાણો કેમ

NYTનું પહેલું પાનું

NYTનું પહેલું પાનું


દેશ-વિદેશમાં કોરોના પોતાનો કહેર સતત વરસાવી રહ્યો છે અને જેમ અજગર પોતાના ભરડામાં લે તેમ જ કોરોના વ્યક્તિઓના જીવન સતત પોતાના ભરડામાં લઈ રહ્યો છે. અમેરિકામાં કોવિડ-19ને કારણે મરણાંક એકલાખ પહોંચવા આવ્યો છે, ત્યારે ન્યૂયૉર્ક ટાઇમ્સ સમાચારપત્રની રવિવારની આવૃત્તિનું આ અસામાન્ય પહેલું પાનું ખૂબ જ જૂદું દેખાય છે અને સોશિયલ મીડિયા પર આ પાનું ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સના અત્યાર સુધીની રવિવારની કોઇપણ આવૃત્તિમાં પહેલા પાને કોઇપણ તસવીર નહોય તેવું ક્યારેય બન્યું નથી. કોરોનાને કારણે મરણાંક લગભગ એક લાખ પહોંચવા આવ્યો છે ત્યારે તે વિશેની માહિતી અને તેની ફ્રન્ટ પેજ હેડલાઇનમાં જોવા મળે છે તે છે U.S. DEATH NEAR 100,000, AN INCALCILABLE LOSS. એટલે કે અમેરિકામાં મરણાંક એકલાખની નજીક, અને તે પણ અગણિત નુકસાનો સાથે. આ અંગે ખૂબ જ જાણીતા અને અનેક સમાચારપત્રોના તંત્રી રહી ચૂકેલા રાજ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમણે આ અંગે ખૂબ જ રસપ્રદ માહિતી શૅર કરી છે.



અહીં જુઓ જાણીતા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીની ફેસબૂક પોસ્ટ


રાજ ગોસ્વામીએ પોસ્ટમાં લખ્યું છે કે, "NYT ફ્રન્ટ પેઈજ પાછળની કહાની...
અમેરિકામાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 1 લાખને અડી રહી છે, ત્યારે તમે ન્યુયોર્ક ટાઈમ્સ સમાચારપત્રની રવિવારીય આવૃત્તિનું આ અસાધારણ ફ્રન્ટ પેઈજ જોયું હશે, જે આજે ખૂબ વાઇરલ થયું છે. એમાં, કોરોના વાઇરસના કારણે માર્યા ગયેલા 1,000 લોકોનાં નામ છાપવામાં આવ્યાં છે. એ માત્ર નામો જ નથી, પરંતુ ટ્રેજેડીની પ્રચંડતા છે. તેની હેડલાઈનમાં એક મહત્વનો શબ્દ છે; INCALCULABLE, બેહિસાબ.... "


માર્ક લાસે શું કહે છે તે અંગે
"મારે કઈંક એવું કરવું હતું કે જેથી લોકો 100 વર્ષ પછી પાછળ વળીને જુવે, તો તેમને મોતની સંખ્યા પરથી ખબર પડે કે આપણે કેવી જિંદગીમાંથી પસાર થયા હતા."

કેમ આજે NYTના ફ્રન્ટ પાનાં પર નથી એક પણ તસવીર
એડિટરો અને રિપોર્ટરોને થતું હતું કે દેશનું સંકટ જે રીતે દિવસો અને સપ્તાહો અને મહિનાઓમાં લંબાતું હતું, તેથી ન્યૂઝ કવરેજમાં રોજ અપડેટ આપીને એક પ્રકારનો થાક અને સુન્નતા આવી ગઈ છે, અને કઈંક જુદી રીતે આ ટ્રેજેડીની નોંધ લેવી જોઈએ.

ટાઈમ્સના ગ્રાફિક ડેસ્કની આસિસ્ટન્ટ એડિટર સિમોન લંડન કહે છે, "અમે મોતના આંકડાને એવી રીતે પેશ કરવા માંગતા હતા જેથી બરબાદ થયેલી જિંદગીઓની વિશાળતા અને વિવિધતાની ખબર પડે. અમને થયું કે કોઈક એવો રસ્તો હોવો જોઈએ, જયાં સંખ્યાનું અનુમાન કરી શકાય."

એટલે ટાઈમ્સના સ્ટાફે સમગ્ર અમેરિકાનાં સમાચારપત્રોની ઓનલાઈન અવૃત્તિઓમાંથી મૃત્યુનોંધો એકઠી કરી. અલેન ડેલેક્યુઈરીર નામનો રિસર્ચર કહે છે, "આ 1,000 લોકોનાં નામો તો કુલ મૃત્યુનો ખાલી 1% છે." અલેનની સાથે પત્રકારત્વ ભણતા ત્રણ વિધાર્થીઓ મૃત્યુનોંધો વીણવા જોડાયા હતા. તેમણે હજારોની સંખ્યામાં કોવિડ-19ના ભોગ બનેલા અમેરિકનોની વિગતો ભેગી કરી હતી.
સામાન્ય રીતે રવિવારના ટાઈમ્સમાં પહેલા પાને તસવીરો હોય છે, ગ્રાફિક હોય છે અને સ્ટોરી હોય છે, પરંતુ ટાઈમ્સના પાછલા 40 વર્ષમાં પહેલીવાર તેના ફ્રન્ટ પેઈજ પર એકપણ તસવીર ન હતી, અને માત્ર 'રનિંગ ટેક્સ્ટ' હતી.
અને એ નામોની ખાલી યાદી નથી. એમાં જીવન અને મોત બંને છે. થોડાંક ઉદાહરણ (અંગ્રેજીમાં જ રાખ્યાં છે):

Angeline Michalopulos, 92, "was never afraid to sing or dance."

Lila Fenwick, 87, was "the first black woman to graduate from Harvard Law."

Romi Cohn, 91, "saved 56 Jewish families from the Gestapo."

April Dunn, 33, was an "advocate for disability rights."

Patricia H. Thatcher, 79, "sang in her church choir for 42 years."

Fred Gray, 75, "liked his bacon and hash browns crispy."

આ રીતે પોતાની પોસ્ટ દ્વારા વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ અમેરિકાની આ સ્તબ્ધ કરી દેનારી માહિતી લોકો સમક્ષ રજૂ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2020 03:35 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK