ગુજરાતથી એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓ મુજબ ગત પાંચ વર્ષમાં ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જ્યારે પુરુષોના દારૂ પીવાના મામલા ઘટીને અડધા થઈ ગયા છે. હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ, ૨૦૧૯-૨૦ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
ગુજરાતમાં કુલ ૩૩,૩૪૩ મહિલાઓ અને ૫૩૫૨ પુરુષોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૦૦ મહિલાઓ (૦.૬ ટકા) અને ૩૧૦ પુરુષો (૫.૮ ટકા)એ દાવો કર્યો કે તેઓ દારૂ પીવે છે. જ્યારે ૨૦૧૫ના એનએફએચએસ સર્વેક્ષણ દરમ્યાન ૬૮ મહિલાઓ (૦.૩ ટકા) અને ૬૬૮ પુરુષો (૧૧.૧ ટકા)એ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. ૨૦૧૫માં ૬૦૧૮ પુરુષો અને ૨૨,૯૩૨ મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
બન્ને આંકડાઓની સરખામણી કરીએ તો માલૂમ પડે છે કે ૨૦૧૫માં માત્ર ૦.૧ ટકા શહેરી મહિલાઓએ દારૂ પીવાની વાત સ્વીકારી હતી, જ્યારે ૨૦૨૦ના સર્વેક્ષણમાં ૦.૩ ટકા મહિલાઓ દારૂનું સેવન કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
૨૦૧૫માં દારૂ પીતા પુરુષોના મામલા ૧૦.૬ ટકા હતા, જ્યારે ૨૦૨૦માં આ ઘટીને ૪.૬ ટકા થઈ ગયા. ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂનું સેવન કરતી મહિલાઓના ટકા ૨૦૧૫માં ૦.૪ ટકાથી વધીને ૨૦૨૦માં ૦.૮ ટકા થઈ ગયા. દારૂ પીતા પુરુષોની સંખ્યા ૨૦૧૫માં ૧૧.૪ ટકાથી ઘટીને ૨૦૨૦માં ૬.૮ ટકા થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ
19th January, 2021 14:21 ISTવડા પ્રધાન મોદીની અમદાવાદ અને સુરતને મેટ્રોની ગિફ્ટ
19th January, 2021 14:13 ISTકેશોદની સ્કૂલમાં એકસાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોનાગ્રસ્ત
19th January, 2021 14:09 ISTGujarat: સુરતમાં ટ્રકના ચપેટમાં આવવાથી 15 મજૂરોનું આઘાતજનક મોત
19th January, 2021 09:15 IST