Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોના દરદીઓની સંખ્યા ૧૦૦૦ને પાર : અત્યાર સુધી ૨૫ જણનાં મોત

કોરોના દરદીઓની સંખ્યા ૧૦૦૦ને પાર : અત્યાર સુધી ૨૫ જણનાં મોત

30 March, 2020 11:28 AM IST | Mumbai Desk
Agencies

કોરોના દરદીઓની સંખ્યા ૧૦૦૦ને પાર : અત્યાર સુધી ૨૫ જણનાં મોત

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


સમગ્ર દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધીમાં ૧૦૪૫ કેસ પ્રકાશમાં આવ્યા છે. રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં ૫, ગુજરાતના અમદાવાદમાં ૩ અને રાજસ્થાનના ભીલવાડામાં એક દરદી મળ્યો છે. અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં એક-એક એમ કુલ ત્રણ દરદીનાં મોત થયાં છે. રવિવારે રાતે મધ્ય પ્રદેશમાં ૫ નવા કેસ (૪ ઈન્દોર, ૧ ઉજ્જૈન) પ્રકાશમાં આવ્યા છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા ૯૭૯ છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી ૮૬ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૨૫નાં મોત થઈ ચૂક્યાં છે. મહારાષ્ટ્રમાં આઠમું મોત નોંધાયું છે. અહીં બુલઢાણામાં ૪૫ વર્ષનાં સંક્રમિત મહિલાનું મૃત્યુ થયું હતું. આ મહિલાને હાઇપર ટેન્શન પણ હતું. રાજ્યમાં મુંબઈ બહાર આ પહેલું મોત છે. હવે દેશમાં કુલ મોતનો આંકડો ૨૯ ઉપર પહોંચી ગયો છે. 

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓની સંખ્યા એક હજાર પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં રવિવારે કોરોના વાઇરસ સંક્રમિત સંખ્યા ૯૭૯ સુધી પહોંચી ગઈ, જ્યારે મૃતકોનો આંકડો ૨૫ સુધી પહોંચી ગયો. મંત્રાલયે મોતના નવા છ કેસ નોંધ્યા છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને તેલંગાણામાં એક-એક સંક્રમિતની મોત થયું છે.
આવી રીતે કોરોના વાઇરસ સંક્રમણથી દેશભરમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં છ, ગુજરાતમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને દિલ્હીમાં પણ બે લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જ્યારે કેરળ, તેલંગાણા, તામિલનાડુ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક સંક્રમિતનું મોત થયું છે.



સવારે દસ વાગે લેટેસ્ટ આંકડાઓમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ૮૬૭ એક્ટિવ સંક્રમિત હતા, જ્યારે ૮૬ની સારવાર કરીને રજા આપી દેવામાં આવી છે અને એક દેશ છોડીને જતો રહ્યો છે. તે અનુસાર દેશમાં ૪૮ વિદેશી સહિત કુલ ૯૭૯ કોરોના વાઇરસ સંક્રમિત છે.


ચીનમાં ફરી ૪૫ કેસ સામે આવતાં ચિંતા

ચિંતાજનક વાત એ પણ છે કે ચીનમાં ફરી એક વખત કોરોનાના ૪૫ કેસ સામે આવ્યા છે. જેમાંથી પાંચનાં મોત થયાં છે. ચીનમાં કોરોના વાઇરસ પર ઘણાખરા અંશે કાબૂ મેળવી લેવાયો હતો, પણ બીજા કેસ સામે આવતાં ચીનની સરકાર ચોંકી ઊઠી છે.


રેલવે કર્મચારી આપશે ૧૫૧ કરોડ રૂપિયા

ભારતીય રેલવે અને વિમાન ઉડ્ડયન સૅક્ટરમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની સૅલરીનો એક હિસ્સો આ રાહત કોષમાં દાન કરવાની ઘોષણા કરી છે. રેલવેએ ૧૩ લાખ કર્મચારી કોરોનાના ખતરાને જોતાં પીએમ કૅર્સ ફન્ડમાં જમા કરશે પોતાની એક દિવસની સૅલરી. આ તમામ કર્મચારી કુલ ૧૫૧ કરોડ રૂપિયાની મદદ પીએમ કૅર ફંડમાં કરશે. આ ઉપરાંત અૅરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બધા કર્મચારીઓને ૨૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની ઘોષણા કરી છે.

સીઈઓ સુંદર પિચાઈએ કરી જાહેરાત: કોરોના વિરુદ્ધની લડાઈ માટે ગૂગલ ૫૯૦૦ કરોડ રૂપિયાની મદદ કરશે

કોરોના વાઇરસ મહામારીથી દુનિયામાં ડરનો માહોલ છે. આ મહામારીની દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. મહામારીનો સામનો કરવા માટે સરકાર, સંગઠન અને લોકો પ્રયાસો કરી રહ્યા છે. કોરોના વાઇરસ સામે લડવા ગૂગલ અને એની પેરન્ટ કંપની અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ નાના અને મધ્યમ ઉદ્યોગો, સ્વાસ્થ્ય સંગઠનો અને સરકારો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓનું સમર્થન કરવા ૮૦ કરોડ ડૉલર (લગભગ ૫૯૦૦ કરોડ રૂપિયા)થી વધુની મદદ આપવાની વાત કરી છે.

સુંદર પિચાઈએ ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. પિચાઈએ પોતાના બ્લૉગ પોસ્ટમાં લખ્યું કે દુનિયાભરમાં નાના અને મધ્યમ બિઝનેસને ગૂગલ ઍન્ડ ક્રેડિટના રૂપમાં ૩૪ કરોડ ડૉલર મળશે. આ રકમ એ કંપનીઓને આપવામાં આવશે જેના અકાઉન્ટ છેલ્લા એક વર્ષથી ઍક્ટિવ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 11:28 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK