દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાંની માળા અને મોઢા પર મેશ ચોપડાઈ

નવી દિલ્હી | Aug 23, 2019, 08:59 IST

એનએસયુઆઇ દ્વારા વીર સાવરકરની મૂર્તિ લગાડવાની વાતનો વિરોધ કર્યો હતો અને મૂર્તિને જૂતાંની માળા પહેરાવી મોઢા પર મેશ લગાવ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં વીર સાવરકરની મૂર્તિને જૂતાંની માળા અને મોઢા પર મેશ ચોપડાઈ
વીર સાવરકરની મૂર્તિને જૂતાંની માળા અને મોઢા પર મેશ ચોપડાઈ

દિલ્હી યુનિવર્સિટીના નૉર્થ કૅમ્પસમાં વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આર્ટ‍્‌સ ફૅકલ્ટીના ગેટ પર સોમવારે મોડી રાત્રે આ મૂર્તિઓને મેશ ચોપડવામાં આવી હતી. એનએસયુઆઇ દ્વારા વીર સાવરકરની મૂર્તિ લગાડવાની વાતનો વિરોધ કર્યો હતો અને મૂર્તિને જૂતાંની માળા પહેરાવી મોઢા પર મેશ લગાવ્યો હતો.

આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન

એનએસયુઆઇના રાષ્ટ્રીય સચિવ સાએમન ફારુકીએ સાવરકરની તુલના શહીદ ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝ સાથે કરવી આપણા શહીદો અને તેમના સ્વતંત્રતા સંગ્રામનું અપમાન હોવાનું જણાવ્યું. તો આ પહેલાં યુનિવર્સિટીના નૉર્થ કૅમ્પસનું નામ વીર સાવરકર પણ કરવાની માગ ઊઠી હતી. જે માગના થોડા સમય બાદ જ નૉર્થ કૅમ્પસના ગેટ પર વીર સાવરકર તેમ જ ભગત સિંહ અને બોઝની પ્રતિમા લગાડવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK