Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આરેમાં એનઆરઆઇ મહિલાની લૂંટની ફરિયાદમાં પોલીસને શંકા

આરેમાં એનઆરઆઇ મહિલાની લૂંટની ફરિયાદમાં પોલીસને શંકા

30 November, 2012 06:02 AM IST |

આરેમાં એનઆરઆઇ મહિલાની લૂંટની ફરિયાદમાં પોલીસને શંકા

આરેમાં એનઆરઆઇ મહિલાની લૂંટની ફરિયાદમાં પોલીસને શંકા




ગોરેગામ (ઈસ્ટ)માં બુધવારે બપોરે સવા વાગ્યે રિક્ષામાં જઈ રહેલી એક એનઆરઆઇ મહિલાને લૂંટી લેવામાં આવી હોવાની ફરિયાદ આરે પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાઈ હતી. પોલીસે કહ્યું હતું કે ‘૩૫ વર્ષની કામિની જોશી બુધવારે તેના બે મિત્રો સાથે વિલે પાર્લેમાં તેની બહેનને મળવા રિક્ષામાં જઈ રહી હતી એ વખતે મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા યુવકો તેની જ્વેલરી અને રોકડ રકમ ધરાવતી બે બૅગ ઝૂંટવીને નાસી ગયા હતા. આ સંદર્ભે આરે પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.





આરે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ઉત્તમ મોરેએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં આ મહિલાએ ૨૦૦૦ ડૉલર અને ત્રણ તોલા વજનનું સોનાનું બ્રેસલેટ, ઍપલ આઇ ફોન, ટૅબ-૨, ૨૫,૦૦૦ રૂપિયાની સોનાની વીંટીઓ અને સોના-ચાંદીના દાગીના મળી કરોડો રૂપિયા મતાની લૂંટ થઈ હોવાનું અમને કહ્યું હતું. કામિનીનો દાવો હતો કે એ વિદેશથી ત્રણ કિલો સોનાના દાગીના લઈ આવી હતી. જોકે નિયમ હેઠળ ફક્ત ૫૦૦ ડૉલર અને ચાર તોલા દાગીના જ વિદેશથી લાવવાની પરવાનગી છે એથી આ મહિલા પર અમને શંકા છે કે આટલા બધા રૂપિયા અને દાગીના તેની પાસે ક્યાંથી આવ્યા? હાલમાં અમે આ સંદર્ભે તેની પૂછપરછ કરી રહ્યા છીએ. જો આ મહિલા આ દાગીના દાણચોરી કરીને લાવી હશે તો તેની વિરુ¢ અમે કાર્યવાહી કરીશું.’

કામિની ૧૧ નવેમ્બરે ઈસ્ટ આફ્રિકાથી મુંબઈ આવી હતી. લગ્ન પહેલાં તે બોરીવલીમાં રહેતી હતી અને લગ્ન બાદ વિદેશ શિફ્ટ થઈ હતી. આ મહિલા વિદેશમાં બ્યુટીપાર્લર ધરાવે છે.



એનઆરઆઇ = નૉન રેસિડન્ટ ઇન્ડિયન
Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK