સ્કીઇંગ કરવા માટે બૂટ, ઢીંચણના રક્ષણ માટે જાડું જૅકેટ, બૅકપૅક, ગૉગલ્સ અને હેલ્મેટ એમ સંપૂર્ણ સ્કીઇંગ ગિયર પહેરવાં જરૂરી છે. મોટા ભાગે દરેક દેશમાં ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટેનાં ઉપકરણો એકસમાન હોય છે.
અમેરિકાના એક એનઆરઆઇ યુગલે ધોતિયા અને સાડીમાં સ્કીઇંગ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને રાતોરાત સનસનાટી મચાવી છે.
દિવ્યા અને મધુએ મિનેસોટામાં સ્કીઇંગ માટે પ્રખ્યાત વેલ્ચ ગામે સ્કીઇંગ કરવા જવાનો નિર્ણય લીધો. જોકે તેમણે સ્કીઇંગ-સૂટને બદલે કાંઈક જુદું અને અનોખું કરવાની કોશિશ કરતાં પરંપરાગત ધોતી અને સાડીમાં સ્કીઇંગ કરવાનો નિર્ણય લીધો. દિવ્યાનું કહેવું છે કે માસૂમ મીનવાલા મેહતા, હરીણી સેકર અને ડૉલી જૈનને પરંપરાગત વસ્ત્રોમાં સ્કીઇંગ કરતાં જોઈને અમને આમ કરવાની પ્રેરણા મળી હતી.