કમ્પ્યુટરની જેમ કૉન્ટૅક્ટ લેન્સ પર ઈ-મેઇલ વંચાશે

Published: 23rd November, 2011 05:50 IST

હવે બસ થોડા જ સમયમાં માનવી કમ્પ્યુટર અને મોબાઇલ ફોનની જેમ કૉન્ટૅક્ટ લેન્સ પર ઈ-મેઇલ અને ટેક્સ્ટ-મેસેજ વાંચતો થઈ જશે. સાંભળવામાં આ વાત જરા અવ્યવહારુ કે તરંગી લાગી શકે છે, પરંતુ આ કલ્પના હવે થોડા જ સમયમાં હકીકતમાં પરિવર્તિત થઈ જશે. વિજ્ઞાનીઓએ હૅન્ડ્સ-ફ્રી ઇન્ફર્મેશન આપે એવા કૉન્ટૅક્ટ લેન્સ વિકસાવ્યા હોવાનો દાવો કર્યો છે.અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટી અને ફિનલૅન્ડની આલ્ટો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કમ્પ્યુટરાઇઝ્ડ કૉન્ટૅક્ટ લેન્સ વિકસાવી જીવંત આંખો પર એનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ ટેસ્ટ દરમ્યાન આંખ પર એક પણ પ્રકારની માઠી અસર જોવા મળી નહોતી. જોકે આ કૉન્ટૅક્ટ લેન્સ માત્ર સિંગલ પિક્સેલનું રેઝોલ્યુશન ધરાવે છે, પરંતુ આવા સેંકડો પિક્સેલ્સવાળા કૉન્ટૅક્ટ લેન્સ વિકસાવવાથી એના પર ઈ-મેઇલ અને ટેક્સ્ટ-મેસેજ વાંચી શકાશે. આ રિસર્ચ ‘માઇક્રોમેકૅનિક્સ ઍન્ડ માઇક્રો એન્જિનિયરિંગ’ નામની જર્નલમાં પ્રસિદ્ધ થયું હતું.

કમ્પ્યુટર પર દેખાતી વિડિયો-માહિતી આ કૉન્ટેક્ટ લૅન્સ પર જોઈ શકાશે. આ ઉપરાંત ગેમ રમવા માટે તથા નેવિગેશન સિસ્ટમ માટે પણ એનો ઉપયોગ કરી શકાશે.

શરીરમાં ગ્લુકોઝના પ્રમાણમાં થતા ફેરફારની અપ-ટુ-ડેટ માહિતી આ કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી મેળવી શકાશે. આ ઉપયોગિતા મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK