હવે પાણી પર ચાલી શકાશે
ADVERTISEMENT
૨૦ પાઉન્ડ વજનનું આ જેટપૅક ખભા પર પહેરી લેવાનું હોય છે. સમુદ્ર કે નદીમાં ઊભા રહી એને ચાલુ કરતાં એ પાણી શોષે છે અને એટલા ર્ફોસથી એને નીચે ફેંકે છે કે એને પહેરનારો ૩૦ ફૂટ ઊંચે સુધી ઊડી શકે છે. ઉપકરણના ર્ફોસને એને પહેરનાર એની ઇચ્છા પ્રમાણે કન્ટ્રોલ કરી શકે છે અને એ રીતે પાણી પર ચાલી શકે છે. આ જેટપૅકની કિંમત ૬૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૪૮ લાખ રૂપિયા) છે.