હવે કુંગ ફુ ફિલ્મોની જેમ હવામાં મુક્ત ઊડવાનો અનુભવ કરાવશે ચીન

Published: Jul 20, 2020, 10:40 IST | Mumbai correspondent | Mumbai Desk

હવે કુંગ ફુ ફિલ્મોની જેમ હવામાં મુક્ત ઊડવાનો અનુભવ કરાવશે ચીનનું આ ટૂરિસ્ટ અટ્રૅક્શન

હવે કુંગ ફુ ફિલ્મોની જેમ હવામાં મુક્ત ઊડવાનો અનુભવ કરાવશે ચીન
હવે કુંગ ફુ ફિલ્મોની જેમ હવામાં મુક્ત ઊડવાનો અનુભવ કરાવશે ચીન

ઘણાં વર્ષો પહેલાં ક્રાઉચિંગ, ટાઇગર હિડન ડ્રૅગન અને હાઉસ ઑફ ડ્રૅગર્સ જેવી વુક્સિયા ફિક્શનની કૂંગ ફુ ફિલ્મો જોવાના શોખીનોને ફિલ્મના કલાકારોને હવામાં ઊડતા જોવાની ઘણી મોજ પડતી હતી. ફિલ્મના કલાકારોને હવામાં ઊડતા જોઈને તેમની નકલ કરવા જતાં હાથ-પગ ભાંગવાના કિસ્સા પણ અગણિત બન્યા છે.
એ ફિલ્મમાં કુંગ ફુના માર્શલ આર્ટિસ્ટો જે રીતે ઊડતા હતા એ રીતે ઊડવાની લોકોની ઇચ્છા સુરક્ષિત રીતે પૂરી થાય એવું ટૂરિસ્ટ અટ્રૅક્શન ચીનના ફુજિયાન પ્રાંતમાં શરૂ કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે જ લોકો યોગ્ય સાધન-સરંજામ વગર ઉડ્ડયનના પ્રયોગ કરતા હોવાથી ઈજા થતી હતી, પરંતુ ફુજિયાન પ્રાંતમાં પર્યટકો માટે ફિલ્મમાં જે રીતે ઇલૅસ્ટિક વાયર્સની ટેક્નિક વડે કલાકારોને ઊડતા દેખાડાતા હતા એ જ ટેક્નિક વડે ફુજિયાનમાં પર્યટકો-સહેલાણીઓને ઊડવાનો અનુભવ કરાવવામાં આવે છે. પર્યટકો જ્યાં ઊડતા હોય ત્યાં પેલી ફિલ્મોની માફક બૅકગ્રાઉન્ડમાં ચીનના પરંપરાગત સ્થાપત્યનાં મકાનો, પાણીના ધોધ અને રળિયામણાં કુદરતી દૃશ્યો પણ હોય છે. ચીનના આ ટૂરિસ્ટ અટ્રૅક્શનના સ્થળની ફિલ્મ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય બની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK