નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ બ્રિટિશ નાગરિક કરન સજનાની ડ્રગ કેસમાં રાજ્યના માઇનોરિટી અફેર્સ ઍન્ડ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિકના જમાઈ સમીર ખાનને સમન્સ મોકલાવી પૂછપરછ માટે બોલાવ્યો હતો. એનસીબીના અધિકારીઓએ ગઈ કાલે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યા બાદ મોડી સાંજે ધરપકડ કરી હતી. સમીર ખાને કરન સજનાનીને ૨૦,૦૦૦ રૂપિયાનું ગૂગલ-પૅ થ્રૂ ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું. એનસીબીને એવી શંકા હતી કે કરન સજનાની પાસેથી ખરીદેલા ડ્રગ સામે કદાચ આ રકમની ચુકવણી થઈ હોઈ શકે. એથી તેઓ એ બાબતે ચકાસણી કરવા માગતા હતા. સમીર ખાન નવાબ મલિકની દીકરી નિલોફરને પરણ્યો છે.
આ કેસમાં કરન સજનાની, રાહિલા ફર્નિચરવાલા અને તેની બહેન શાઇસ્તા ફર્નિચરવાલાની ધરપકડ થઈ છે. તેમની પાસેથી ૨૦૦ કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો, જ્યારે કરન સજનાનીને કોર્ટમાં હાજર કરાયો હતો ત્યારે તેણે એવી દલીલ કરી હતી કે એ ગાંજો નથી, પણ ગુલાબના સૂકવેલાં પાંદડા છે જે સિગારેટમાં ફ્લેવર માટે નાખવામાં આવે છે અને એ સિગારેટો તે ઑનલાઇન ઓર્ગેનાઇક સ્મોક તરીકે વેચે છે. જે લોકો સ્મોકિંગ છોડવા માગતા હોય એ લોકો એ હર્બલ સ્મોકની સિગારેટ પીતા હોય છે.
નંદુરબારમાં 150 ફૂટ ઉંડા ખાડામાં વાહન પડતા પાંચનુ મૃત્યુ, સાત ઈજાગ્રસ્ત
23rd January, 2021 14:46 ISTથાણેમાં 5થી 12માં ધોરણ માટે 27 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ, વાંચો વિગતો
23rd January, 2021 12:55 ISTવસઈ-વિરાર અવરજવર કરવી હોય તો હજી એક વર્ષ ટ્રાફિકનો ત્રાસ સહન કરવો પડશે
23rd January, 2021 11:34 ISTસીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ એક અકસ્માત: શરદ પવાર
23rd January, 2021 11:31 IST