નરેન્દ્ર મોદીની હવે નવ ઉપવાસ કરવાની ઇચ્છા

Published: 6th November, 2011 21:55 IST

ગયા સોમવારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં પાટણ જિલ્લાના પાટણમાં, ગાંધીનગર જિલ્લાના માણસામાં, વડોદરા જિલ્લાના બોડેલીમાં અને પોરબંદરમાં એમ કુલ ચાર ઉપવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૬

આ માટે બુધવારે ડૉક્ટરે પરમિશન આપી દેતાં ગઈ કાલે મુખ્ય પ્રધાને કુલ નવ ઉપવાસની ઇચ્છા વ્યક્ત કરી છે, જે બાબતમાં તેમણે ગુજરાત બીજેપીના કાર્યાલયને જાણ પણ કરી છે. ગુજરાત બીજેપીના પ્રેસિડન્ટ આર. સી. ફળદુએ કહ્યું હતું કે ‘૧ ડિસેમ્બર સુધીમાં કુલ ૯ ઉપવાસનું લિસ્ટ અમને મળ્યું છે જેમાં ૧૪ તારીખે પાટણ, ૧૭ તારીખે માણસા, ૧૮ તારીખે બોડેલી, ૧૯ તારીખે ભચાઉ, ૨૦ તારીખે પોરબંદર, ૨૨ તારીખે તાપી જિલ્લાનું સોનગઢ, ૨૭ તારીખે નર્મદા જિલ્લાનું રાજપીપળા, ૨૯ તારીખે ડાંગનું આહવા અને ૧ ડિસેમ્બરે ભાવનગરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.’

અમદાવાદ, જામનગર જિલ્લાનું દ્વારકા અને નવસારીમાં આ અગાઉ સદ્ભાવના ઉપવાસ કરી ચૂકેલા નરેન્દ્ર મોદીએ પોતાના આ ઉપવાસ માટે તૈયારીઓ કરવાનું પણ કાર્યકરોને કહી દીધું છે. જોકે ગુજરાત બીજેપીના પ્રમુખે કહ્યું હતું કે પાર્ટી મુખ્ય પ્રધાનને જ્યાં ઉપરાઉપરી ઉપવાસ આવે છે ત્યાં વચ્ચે ઉપવાસ નહીં કરીને રેસ્ટ લેવા માટે સમજાવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK