સચિનનો બંગલો પણ હવે જોવા મળશે મુંબઈદર્શનમાં

Published: 14th October, 2011 20:35 IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે બાંદરાના પેરી ક્રૉસ રોડ પર નવો બંગલો ખરીદ્યો છે અને મુંબઈદર્શન કરવા નીકળતા તેના ચાહકો બહુ જલદી આ બંગલા પર ઊડતી નજર નાખી શકશે, કારણ કે આ પ્રકારની ટૂરનું આયોજન કરનારા ટૂર-ઑપરેટરોએ સચિનના નવા બંગલાનો મુંબઈદર્શનના રૂટમાં સમાવેશ કરવાનું આયોજન કર્યું છે. ટૂર-ઑપરેટરોને લાગે છે કે દિવાળીની રજાઓ વખતે જ્યારે આ પ્રકારની ટૂર બહુ ડિમાન્ડમાં હોય છે ત્યારે આ નવા આયોજનને સારો પ્રતિભાવ મળશે.


- ઉર્વશી સેઠ

મુંબઈ, તા. ૧૪


હાલમાં ટૂર-ઑપરેટરો આ બંગલા સુધી જતા તમામ રસ્તાઓનો અભ્યાસ કરીને યોગ્ય રૂટની શક્યતાનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાર બાદ તેઓ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે વાત કરીને સચિનના બંગલા પાસે થોડો સમય રોકાવાની પરવાનગી પણ માગશે.

જુહુ સ્કીમના દસમા રોડ પર આવેલો અમિતાભ બચ્ચનનો ‘પ્રતીક્ષા’ બંગલો છેલ્લા ત્રણ દાયકાથી મુંબઈ ફરવા આવતા ટૂરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે અને એનો સમાવેશ મુંબઈદર્શનની ગાઇડમાં કરવામાં આવ્યો છે. અમિતાભની જેમ હવે સચિનનો બંગલાની ઝલક પણ પ્રવાસીઓ જોઈ શકશે.

સચિનનો ૩૯ કરોડનો બંગલો

વર્ષો સુધી પોતાના માટે યોગ્ય બંગલાની શોધ ચલાવ્યા પછી ક્રિકેટર સચિન તેન્ડુલકરે પેરી ક્રૉસ રોડ અને ટર્નર રોડના જંક્શન પર આવેલો આવેલી જૂની દોરાબ વિલા ૩૯ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ત્યાર બાદ તેણે આખી ઇમારત તોડીને ત્યાં નવી ઇમારત તૈયાર કરાવી હતી અને તે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા પરિવાર સાથે ત્યાં શિફ્ટ થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK