મહારાષ્ટ્રમાં હવે રેસિડેન્શિયલ પ્રૂફ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં ચાલે

Published: 23rd November, 2011 05:50 IST

જો કોઈ તમારી પાસે રેસિડન્સ પ્રૂફ માગે તો તેને ડ્રાઇવિંગ લાઇસન્સ આપતાં પહેલાં વિચાર કરજો, કારણ કે ગઈ કાલે ચીફ સેક્રેટરી રત્નાકર ગાયકવાડે બહાર પાડેલા નવા સક્યુર્લર પ્રમાણે રેસિડેન્શિયલ પ્રૂફ તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય ગણાશે નહીં.

 

સક્યુર્લરમાં જણાવ્યા અનુસાર લોકો નવા ટેલિફોન કનેક્શન, મોબાઇલ ફોનના સિમ-કાર્ડ, મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી) અથવા તો એસઆરએ (સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી) સ્કીમ હેઠળ ઘર મેળવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ વધુપડતા કરતા જોવા મળ્યા હતા. સક્યુર્લરમાં જણાવ્યા મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ આપતી વખતે સ્ટેટ ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટે એ વ્યક્તિ ત્યાં નિવાસ કરે છે કે નહીં એની કોઈ ચકાસણી નહોતી કરી. વળી જો એ વ્યક્તિ એ જગ્યા છોડી દે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રેસિડેન્શિયલ પ્રૂફ ગણાય નહીં. વળી તાજેતરમાં જ ખોટાં રેસિડેન્શિયલ પ્રૂફ આપવા બદલ ઘણાંબધાં ડ્રાઇવિંગ લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં હતાં.

આ દરખાસ્ત તાજેતરમાં જ કૉન્ગ્રેસના નેતૃત્વવાળી સરકારે રૅશનિંગ કાર્ડને પણ રેસિડેન્શિયલ પ્રૂફની યાદીમાંથી રદ કર્યા બાદ લાવવામાં આવી છે. જોકે ગયા વર્ષે જૂન મહિનામાં જ ચીફ સેક્રેટરી જે. પી. ડાંગેએ એને મંજૂર કરી હતી. જોકે હવે કયાં ડૉક્યુમેન્ટ્સને રેસિડેન્શિયલ પ્રૂફ તરીકે માન્ય રાખવાં એ વિશે આ સક્યુર્લર બાદ ઘણી સમસ્યાઓ પેદા કરશે એમ કેટલાક અધિકારીઓ માની રહ્યા છે, કારણ કે રૅશનિંગ કાર્ડને પણ રેસિડેન્શિયલ પ્રૂફની યાદીમાંથી રદ કર્યા બાદ હજી પણ ઘણી સરકારી કચેરીઓમાં એ માગવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK