Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે માસ્ક વગર બહાર જરાય નીકળતા નહીં

હવે માસ્ક વગર બહાર જરાય નીકળતા નહીં

18 September, 2020 08:33 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

હવે માસ્ક વગર બહાર જરાય નીકળતા નહીં

હવે માસ્ક વગર બહાર જરાય નીકળતા નહીં

હવે માસ્ક વગર બહાર જરાય નીકળતા નહીં


મુંબઈ મહાનગરપાલિકાએ નાક અને મોઢું ઢંકાય એ રીતે માસ્ક ન પહેર્યા હોય એવા લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં સપાટો બોલાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના ખૂણે-ખૂણે ત્રાટકીને રોગચાળા નિયંત્રણના નિયમોનો ભંગ કરનારા ૧૧૭૨ લોકો પાસેથી દંડ વસૂલ કર્યો હતો. આ સંખ્યા ગયા જુલાઈ અને ઑગસ્ટના બે મહિનામાં વસૂલ કરવામાં આવેલી દંડની કુલ રકમથી ૪૩૯નો વધારે આંકડો છે. પાલિકાએ એ બે મહિનામાં માસ્ક વગરના ૭૩૩ લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાએ ૭ સપ્ટેમ્બર પછી પોલીસની મદદથી માસ્ક વગર રખડતા લોકો પાસેથી દંડ લેવાની કામગીરી સખતાઈથી હાથ ધરવાનું શરૂ કર્યું હતું. આ ત્રણ દિવસમાં ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પશ્ચિમનાં ઉપનગરોમાં સપાટો બોલાવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાએ ગયા માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર કરતી વેળા જાહેરમાં થૂંકનારા અને માસ્ક પહેર્યા વગર નીકળનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાનો નિયમ જાહેર કર્યો હતો, પરંતુ એ નિયમના અમલમાં ઘણી ઢીલ રાખવામાં આવતી હતી. જોકે દસેક દિવસ પહેલાં પ્રસારમાધ્યમોએ નિયમોના પાલનમાં બેદરકારી સામે ઊહાપોહ કરતાં પાલિકાના કમિશનર સહિત તમામ સ્તરે હિલચાલ શરૂ થઈ હતી. દંડની રકમ ૧૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૨૦૦ રૂપિયા કરવા ઉપરાંત પ્રોત્સાહન માટે કર્મચારીઓ જેટલો દંડ વસૂલે એની ૧૦ ટકા રકમ કમિશનરૂપે આપતેમને વાનો પણ નિર્ણય લેવાયો હતો. અગાઉ દંડની રકમ વધારે હોવાથી ઘણા લોકો એટલો બધો દંડ ભરવાની ક્ષમતા નહીં હોવાનું જણાવતા હતા. એ લોકોને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવતા હતા એથી ગયા મંગળવાર રાતથી દંડની રકમ ઘટાડવામાં આવી હતી. સોમવારથી બુધવાર સુધીના ત્રણ દિવસના સમયગાળામાં ૧૧૭૨ લોકો પાસેથી ૨.૭૩ લાખ રૂપિયા દંડરૂપે વસૂલ કરવામાં આવ્યા હતા અને ૬૬૨ જણને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2020 08:33 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK