હવે ડીઝલના ભાવની સેન્ચુરી થવાની તૈયારી
પ્રતીકાત્મક તસવીર
પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિદિવસ ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. આગામી દિવસમાં ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી ફટકારી શકે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દેશમાં આજે સતત ૧૧મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝિંકાયો છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૧ પૈસા પ્રતિ લિટર વધીને ૯૦.૧૯ રૂપિયા પર પહોંચી ગયું જ્યારે ડીઝલ પણ ૩૩ પૈસાના વધારા સાથે ૮૦.૬૦ રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.