Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતની તમામ મિડલ-ક્લાસ ફૅમિલીનો સરકાર ઉતારશે વીમો

ગુજરાતની તમામ મિડલ-ક્લાસ ફૅમિલીનો સરકાર ઉતારશે વીમો

29 August, 2012 04:51 AM IST |

ગુજરાતની તમામ મિડલ-ક્લાસ ફૅમિલીનો સરકાર ઉતારશે વીમો

ગુજરાતની તમામ મિડલ-ક્લાસ ફૅમિલીનો સરકાર ઉતારશે વીમો


એકસાથે ચૂંટણીઢંઢેરો જાહેર કરવાને બદલે કૉન્ગ્રેસના ઇતિહાસમાં પહેલી વખત હપ્તાવાર ચૂંટણીવચનો જાહેર કરી રહેલી ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં એકસાથે પ્રેસ-કૉન્ફરન્સ કરી પાર્ટીનું પાંચમું ચૂંટણીવચન જાહેર કર્યું હતું. એક પછી એક મુદ્દાઓ હાથ પર લેતી કૉન્ગ્રેસે આ વખતે ગુજરાતના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ચૂંટણીઢંઢેરો બનાવ્યો હતો, જેમાં અલગ-અલગ આઠ મુદ્દાઓ કવર કરવામાં આવ્યા હતા. ગુજરાત કૉન્ગ્રેસે એવું વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં કૉન્ગ્રેસનું શાસન આવશે તો દોઢ કરોડ જેટલા મિડલ-ક્લાસ ફૅમિલી મેમ્બરનો ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો મેડિક્લેમ લેવામાં આવશે અને એનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરશે. ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નરહરિ અમીને કહ્યું હતું કે ‘અત્યારે ગુજરાતમાં બીજેપી સરકાર આરોગ્ય ખાતે માથાદીઠ વષેર્ સરેરાશ ૨૭૦ રૂપિયાનો ખર્ચ કરે છે, જે દેશનાં એકત્રીસ રાજ્યોમાં સૌથી ઓછો છે. કૉન્ગ્રેસની સરકાર આવશે તો સ્વાસ્થ્ય માટે બજેટના બંધનને નહીં પણ લોકોમાં જેવી જરૂરિયાત હશે એ મુજબ બાંધછોડ કરવામાં આવશે.’

વીમાકવચ ઉપરાંત કૉન્ગ્રેસે એવી પણ જાહેરાત કરી હતી કે જીવનરક્ષક કૅટેગરીમાં આવતી ૨૫૦ દવાઓને સરકારી હૉસ્પિટલમાંથી વિનામૂલ્ય આપવામાં આવશે અને એ દવાઓ પરથી વૅટ નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત હૉસ્પિટલને વધુ આધુનિક બનાવવાની અને જે તાલુકામાં જરૂર છે એવા પચાસ તાલુકામાં એકને બદલે બે સરકારી હૉસ્પિટલ બનાવવામાં આવશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી.



તો મોદીને આવી જાય હાર્ટ-અટૅક : વાઘેલા


ચૂંટણીઢંઢેરો એકસાથે જાહેર કરવાને બદલે શું કામ આમ હપ્તાવાર જાહેર કરવામાં આવે છે એ વિશે ગઈ કાલે ખુલાસો કરતાં ઇન્ડિયન ટૂરિઝમ કૉર્પોરેશનના ચૅરમૅન અને કૉન્ગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘જો એકસાથે ચૂંટણીઢંઢેરો જાહેર કરીએ તો ગુજરાતના બની બેઠેલા નાથ નરેન્દ્ર મોદીને હાર્ટ-અટૅક આવી જાય. એવું થાય તો નાહકનું હત્યાનું પાપ પાર્ટીને નામે આવે. એવું કરવું નથી એટલે હપ્તા શરૂ કર્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 04:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK